________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
મૂળ કલાકૃતિ આ શ્લોક પ્રમાણે ચાર તીર્થકર ભગવાન ઉપરના સ્તરે (નં. ૩ થી ૬), વચ્ચેના સ્તરે આઠ (નં. ૭ થી ૧૪), નીચેના સ્તરે ૧૦ (નં. ૧૫ થી ૨૪) અને બે સૌથી નીચેના સ્તરે (૧ અને ૨) હોવા જોઈએ. આમ પ્રતિમાઓ ચાર હરોળમાં એકબીજા પર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. દરેક હરોળમાં જગ્યા અનુસાર પ્રતિમાજીનાં માપમાં ફેરફાર કરવામાં આવ્યો.
-
- કાન માકિ
કિમ જમા
-- . . . , , , , ,
ક
*
ધ
ક
,
યોજના પ્રમાણેની ડિઝાઈન
૫.૨ બાંધણી અને એન્જિનિયરિંગની દૃષ્ટિએ વિચારેલી ડિઝાઈન :
પર્વત માટે સ્ફટિક વાપરવાનું નક્કી થયું પણ તે માટે જરૂરી સામગ્રીનું વજન આશરે ૧૦ ટન જેટલું થાય, તે આ જૈન સેન્ટરની બાંધણી માટે પડકારરૂપ બની રહ્યું. વળી તે દેરાસર ચોથા માળે આવેલું હોવાથી એની વજન ખમવાની ક્ષમતાની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. ૧૦ ટનથી વધુ વજન તો થવું ન જ જોઈએ. સમગ્ર સ્ટ્રક્યર મજબૂત બને, તે માટે એક ટન વજનની સ્ટીલની ફ્રેમ જયપુરમાં બનાવવામાં આવી હતી. સ્ટીલ ફ્રેમમાં એકની ઉપર બીજું એવી રીતે આઠ પડ-સ્તર બનાવવામાં આવ્યા છે. પર્વતનો આકાર લાગે તે માટે ઢાળ બનાવવામાં આવ્યો, તેની રચના એ રીતે કરવામાં આવી કે સૌથી નીચેના ભાગની જાડાઇ ૫.૧" અને સૌથી ઉપરની જાડાઇ માત્ર ૦.૭પ' થઈ.
Jain Education International
For Private & Penal Use Only
www.jainelibrary.org