________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૫.૧ ધાર્મિક વિચારણા
કોઈ પણ ધાર્મિક રચનાના કાર્ય માટે ધર્મગ્રંથો અથવા પૂજ્ય આચાર્યશ્રીઓનું માર્ગદર્શન જરૂરી બને છે. અષ્ટાપદની મૂળ રચના સર્વતોમુખી તરીકે ઓળખાતી અથવા સર્વ દિશા ધરાવતી ચાર બાજુની હતી. અમારી પાસે માત્ર એને આગળથી જોઈ શકાય તેટલી જગા હતી. આથી વાસ્તુકારને અમારી પાસેની ઉપલબ્ધ જગ્યા મુજબના માપથી, પ્રતિકૃતિની બાંધણીની રચન કરવી પડી. આ પ્રમાણે પર્વતની ઊંચાઈ અને પહોળાઈ (ઊંચાઈ ૧૨'.", પહોળાઈ ૧૪." અને ઊંડાઈ પ'.) નક્કી થઈ અને તે પ્રમાણે રત્નમંદિર બનાવવાનું નક્કી થયું.
શાસ્ત્રગ્રંથોના આધાર પ્રમાણે જુદી જુદી હરોળમાં પ્રતિમાજીઓ નીચેના શ્લોકના આધારે બિરાજમાન કરવાનું નક્કી થયું.
ચત્તારિ-અઠ-દસ-દોય વંદિયા જિણવરા-ચઉવ્વીસ
- શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ગાથાનો અર્થ :
ચાર દક્ષિણ દિશામાં, આઠ પશ્ચિમ દિશામાં, દસ ઉત્તર દિશામાં અને બે પૂર્વ દિશામાં એમ અષ્ટાપદ ઉપર વંદન કરાયેલા અને જેમણે પરમાર્થને (મોક્ષ) સંપૂર્ણ સિદ્ધ કર્યો છે, તેવા ચોવીસ તીર્થકરો મને સિદ્ધિ આપો.
શાસ્ત્ર મુજબની રચના
અષ્ટાપદ દર્શન
Jain Education International
For Private 19ersonal Use Only
www.jainelibrary.org