________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
-
---
----
-
-
-
-
-
-
-
--
-
-
--
-
-
--
----
--
---
--
--
-
---
---
-----
--
---
--
-
--
----
--
--
--
-
-
---
રત્નમય : ૨૪ તીર્થકરોની રત્નજડિત પ્રતિમાઓ ધરાવતું રત્નજડિત મંદિર. રજતાદ્રી : રજતાદ્રી અથવા ચાંદીનો પર્વત, કારણ કે અષ્ટાપદ પર્વત બરફથી છવાયેલો હોવાથી રજત (ચાંદી)ના અદ્રી (પર્વત) જેવો લાગે છે. સ્ફટિકાચલ : સ્ફટિકનો બનેલો હોય તેવો પર્વત.
અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિ બનાવવામાં ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અને વર્ણન સહાયરૂપ બન્યાં. મૂળ સ્વરૂપને અનુરૂપ બનાવવા પર્વતને સ્ફટિક પથ્થર (કુદરતી રીતે પારદર્શક અને પ્રકાશ પસાર થઈ શકે, તેવા રંગનો બનાવવામાં આવ્યો જેથી બરફથી છવાયેલો હોય તેવો એ પર્વત જણાય. રત્નમંદિરની કલ્પના પરિપૂર્ણ કરવા માટે આઠ પગથિયાં રચવામાં આવ્યાં અને પર્વતની મધ્યમાં શ્રી ચોવીશી માટે ૨૪ ગોખલા બનાવવામાં આવ્યા. પર્વતનો દેખાવ ઊભો થાય તે રીતે એની બાંધણી કરવામાં આવી.
આ રીતે ૨૪ તીર્થકર ભગવાનની ચોવીસી ધરાવતા રત્નમંદિરને શ્રી અષ્ટાપદ પર્વત પર બિરાજમાન કરવાનું નક્કી થયું.
૫. અષ્ટાપદની રચનાનો પ્રારંભ
અષ્ટાપદનો ખ્યાલ સ્પષ્ટ થતાં હવે પછીનું બીજું મહત્ત્વનું કાર્ય તેની પ્રતિકૃતિ તૈયાર કરવાનું હતું. એની રચનાને ડ્રૉઇંગ બોર્ડ પર અંતિમ રૂપ આપવાનું હતું. આ રચના કરતી વખતે આવનારા અવરોધોનો વિચાર કરવો જરૂરી હતો, કારણ કે એક વાર એની શિલ્પાકૃતિ તૈયાર થયા પછી તેમાં ફેરફાર કરવો મુશ્કેલ અને કેટલેક અંશે અશક્ય બને તેમ હતો. એથીય વધુ કીમતી સાધન-સામગ્રી અને કારીગરોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળે. આથી ફેરફાર કરવો પડે તેવા પરિવર્તનનો કે પ્રતિકૃતિના અમુક ભાગને કાઢી નાખવા અંગે આગોતરો વિચાર જરૂરી હતો. આથી ઉપરથી નીચેની તરફનો અભિગમ સ્વીકારવામાં આવ્યો. સુંદર અને ધાર્મિક જરૂરિયાત પ્રમાણેની વસ્તુનું પૃથક્કરણ કરવામાં આવ્યું. છેલ્લે નક્કી થયેલ પ્રતિકૃતિ મુજબ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ.
Jain Education International
For Private18 ersonal Use Only
www.jainelibrary.org