________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૬.૨ ગોખલાઓ
૨૪ પ્રતિમાજીઓ સ્થાપિત કરવા માટે ૨૪ ગોખલા છે. દરેક લાઈનમાં દરેક ગોખલાની સાઈઝ એકસરખી છે. અગાઉ આ ગોખલા સ્વતંત્ર રીતે બનાવેલા હતા, પણ પાછળથી એવું નક્કી કરવામાં આવ્યું કે પર્વતમાં સીધા જ કોતરવા. આથી એ પર્વતનો ભાગ બની ગયા. દરેક ગોખલામાં આગળ બે થાંભલી, પ્રતિમા માટે ગોખલો, કોતરણી સાથે છજું અને ઉપર શિખર રચવામાં આવ્યું છે.
શરૂઆતમાં પદ્ધતિસરની ડિઝાઈન બનાવી, પણ પાછળથી અષ્ટ-પ્રાતિહાર્ય મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. આથી તમામ ૨૪ ગોખલાઓ અષ્ટ પ્રાતિહાર્ય ધરાવતા બન્યા. પાયામાં સિંહાસન પાસે યક્ષ-યક્ષિણી કોતરવામાં આવ્યાં. પાંચ શિખરો પૂરેપૂરાં કોતરેલાં અને વચ્ચેના શિખર ઉપર કળશ તથા ધજા મુકવામાં આવ્યા.
અષ્ટ-પ્રાતિહાર્યની કોતરણી
પાંચ શિખરની ડિઝાઈન
૬.૩ શ્રી જિન ચોવીસી - ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓ
૨૪ તીર્થકરોને દર્શાવતી ૨૪ પ્રતિમાઓ કોતરવામાં આવી છે. દરેક પ્રતિમાની નીચે એનાં લાંછન બનાવ્યાં, જેથી દર્શનાર્થી આ કયા તીર્થકર ભગવાનની પ્રતિમા છે તે જાણી શકશે. પ્રત્યેક પ્રતિમાજી કીમતી રત્નોમાંથી કોતરવામાં આવી. રંગો મળવાની મર્યાદાના કારણે દરેક તીર્થકરનો મૂળ રંગ મેળવવો મુશ્કેલ છે. અગાઉ નક્કી થયા પ્રમાણે ધાર્મિક નિયમ અનુસાર આ પ્રતિમાઓ સ્થાપિત થઈ છે.
For Privat 24personal Use Only.
Jain Education International
www.jainelibrary.org