Book Title: Ashtapadji Mahatirth Ratnamandir
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 34
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જગ્યા જે ગોમ્બો જંગ અથવા ત્રિનેત્ર અથવા મહાકાલ તરીકે ઓળખાય છે. (૧૦) શ્રી પી. એસ. ઠક્કરે સેટેલાઈટ દ્વારા નક્કી કરેલી જગ્યા જે ધર્મ કિંગ નોર્સગ તરીકે ઓળખાય છે. ૯. ટૂંક સાર : અમે અષ્ટાપદ રિસર્ચ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની સ્થાપના કરેલ છે. આ સંસ્થાનું રજિસ્ટ્રેશન ભારત અને પરદેશ બંને જગ્યાએ થશે. અષ્ટાપદ રિસર્ચ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ભારત સરકાર સાથે અને ચીનના ભૌગોલિક પુરાતત્ત્વ અને અન્ય સંકળાયેલા વિભાગ સાથે સંકલન કરશે. તેઓ આ માટે બીજા સંશોધન સંસ્થાઓનો પણ સંપર્ક સાધશે. આ ટીમમાં ભૂસ્તરશાસ્ત્રીઓ અને પુરાતત્ત્વવિદો પણ જોડાશે. હવે પછીનું સંશોધન કઈ રીતે કરવું તે અંગે તેઓ સૂચન અને માર્ગદર્શન આપશે. નકશામાં બતાવેલી જગ્યા અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા અમે સ્પેસ સેટેલાઇટ ડેટા મેળવવા પ્રયત્નશીલ છીએ. અમે અમારાં આ સંશોધનો પ્રકાશિત કરીશું. પરિણામે યુવાનવર્ગ, વ્યવસાયીઓમાં અને સંશોધકોમાં આ સંદર્ભે ઉત્સાહ જાગશે. આનાથી જુદી જુદી ગવર્નમેન્ટ એજન્સીઓ સુધી અમારી વાત પહોંચાડવામાં પણ સહાય થશે. આ માટે અમે સેમિનાર અને પ્રદર્શન પણ યોજીશું અને અવારનવાર અદ્યતન માહિતી આપીશું. આખરે સવાલ એ ઊભો થયો છે કે આપણા ગ્રંથો કહે છે તેમ જ્યારે શ્રી ગૌતમ સ્વામીએ ર૬૦૦ વર્ષ પહેલાં અષ્ટાપદની મુલાકાત લીધી પછી શું બન્યું ? એ સમયે ૧૫૦૩ તાપસો ચડવા માટે પ્રયત્ન કરતા હતા, પણ કેમ ચડી શક્યા નહીં ? એવો કોઈ મોટો ભૌગોલિક કે ઐતિહાસિક ફેરફાર થયો હશે કે જેથી તે અદૃશ્ય થઈ ગયો હોય ? આ એક ખુલાસો માગે તેવી મહત્વની વાત છે. સંશોધનની કેડીએ ચાલીને આપણે સહુ એનો ઉત્તર મેળવવા પ્રયાસ કરીએ અને આપણા પ્રાચીન તીર્થને પુનઃ પામવા ભાગ્યશાળી બનીએ. Jain Education International For Private 34rsonal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52