Book Title: Ashtapadji Mahatirth Ratnamandir
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 37
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ રત્નોથી જડેલું) મંદિર બનાવવાનું નક્કી કર્યું અને ભગવાન શ્રી ઋષભદેવે એમના ઉપદેશમાં વર્ણવ્યા પ્રમાણેના ૨૪ તીર્થકરોની મૂર્તિ પ્રસ્થાપિત કરી. ભરત ચક્રવર્તી અરીસા મહેલ ૫. રાજા ભરત અને અરીસા મહેલ : એક વાર રાજા ભરત ચક્રવર્તી મસ્તકથી પગ સુધી અલંકારોથી સુશોભિત થઈને પોતાના મહેલના અરીસામાં જોઈ રહ્યા હતા તેવામાં અચાનક એમના હાથમાંથી એક વીંટી નીચે પડી ગઈ. આ ખુલ્લી આંગળીએ એમને આશ્ચર્યચકિત કરી દીધા કે અલંકારો વગર એમનું શરીર કેવું દેખાય છે! પોતાના શરીર પરના તમામ અલંકારો દૂર કર્યા. એકાએક તેમને સમજાયું કે તેમના દેહની સુંદરતા અલંકારોને લીધે છે. તેમને લાગ્યું કે સાચી સુંદરતા ભૌતિક સુખમાં નહીં, પણ અંદર રહેલી છે. તેમને એમ પણ સમજાયું કે મેં મારી સુંદરતાની સંભાળ લેવામાં અને એને સુશોભિત કરવામાં ઘણાં વર્ષો બરબાદ કર્યા. હવે મારે દુન્યવી સુખો અને ઇચ્છાઓને છોડીને આંતરિક સુખને માટે કાર્યરત બનવું જોઈએ. આવા વિચારથી ધ્યાનની ઉચ્ચગતિ પ્રાપ્ત થતાં ઘાતકર્મથી મુક્ત થયા અને એ જ ક્ષણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે ઇન્દ્ર દ્વારા અપાયેલ સાધુવેષનો સ્વીકાર કરી ઘણા કાળ સુધી પૃથ્વીતળ પર વિચર્યા. અન્ત, શ્રી અષ્ટાપદ પર્વત પર અણસણ સ્વીકારીને મોક્ષ પામ્યા. ૬. શ્રી ગૌતમસ્વામી : જ્યારે ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ચતુર્વિધ શ્રીસંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમાવેશ કરવામાં આવતો સમાજ)ની પાવાપુરીમાં સ્થાપના કરી, Jain Education International For Private 3 Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52