Book Title: Ashtapadji Mahatirth Ratnamandir
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 38
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ત્યારે શ્રી ગૌતમસ્વામી ૫૦૦ શિષ્યો સાથે શ્રી મહાવીરસ્વામીના પ્રથમ ગણધર (શિષ્ય) બન્યા. એક વાર ભગવાન શ્રી મહાવીરસ્વામીએ દેવે પૂછેલા પ્રશ્નના જવાબ સ્વરૂપે દેશનામાં જણાવ્યું કે "જે વ્યક્તિ અષ્ટાપદ પર્વત પર જઈને ૨૪ તીર્થકરોને સ્તવે, તેને એ જ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે." ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ આ વાત દેવો પાસેથી સાંભળી ત્યારે મોક્ષ પામવાના ભાવથી તેમણે ભગવાન શ્રી મહાવીરસ્વામીની અનુમતિ માંગી. પ્રભુજીએ અનુમતિ આપતા શ્રી અષ્ટાપદતીર્થ તરફ પ્રયાણ કર્યું. જ્યારે ગણધર ભગવંતશ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વતની તળેટીમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે ત્રણ તપસ્વી સાધુઓ તેમના દરેકના ૫૦૦ શિષ્યો સાથે અષ્ટાપદ પર્વત ચઢવા પ્રયાસ કરતા હતા. એમાંનું એક જૂથ એક પગથિયા સુધી પહોંચ્યું હતું, બીજું જૂથ બે પગથિયા સુધી પહોંચ્યું હતું અને ત્રીજું જૂથ ત્રણ પગથિયાં સુધી પહોંચી શક્યું હતું. આનાથી આગળ કોઈ ચડી શક્યું નહોતું. સૂર્યનાં કિરણો અને આધ્યાત્મિક શક્તિ (આત્મ-લબ્ધિ)ની સહાયથી શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ પર્વત ચઢી ગયા. તેઓએ ત્યાં જઈ ૨૪ તીર્થકરોની સ્તુતિ કરી અને રાત્રિ પસાર કરી. અહીં તેઓએ જગચિંતામણિ સૂત્ર'ની પ્રથમ ગાથાની રચના પણ કરી. જગ-ચિન્તામણિ ચૈત્યવંદન ઇચ્છા-કારેણ સંદિસહ ભગવન્! ચૈત્ય-વન્દન કરૂં? ઇચ્છે. જગ-ચિન્તામણિ! જગ-નાહ! જગ-ગુરૂ! જગ-રખ્ખણ! જગ-બંધવ! જગ–સત્યવાહ! જગ-ભાવ-વિઅખૂણ! અદ્વાવય-સંકવિએ-રૂવ! કમ્પ-વિણાસણ! ચઉવીસ પિ જિણવર ! જયંતુ અ-પ્પડિય-સાસણ. ........ એ રાત્રિએ સ્વર્ગમાંથી વૈશ્રમણ (શ્રી વજૂસ્વામીજીનો પૂર્વભવ) નામના દેવ પણ ભક્તિ માટે ત્યાં આવ્યા. તેમણે શ્રી ગૌતમસ્વામીજીને જોયા. તેઓ ખૂબ સુંદર અને Jain Education International For Private 38 sonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52