________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૭. શ્રી અષ્ટાપદ તીર્થ વિષયક કથાઓની કોતરણી :
શ્રી અષ્ટાપદ તીર્થ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. આમાંથી નીચેની અમુક કથાઓ અલગ અલગ દૃશ્ય રૂપે બતાવવામાં આવી છે. આ પુસ્તિકામાં અન્યત્ર આ કથાઓનો સંક્ષિપ્ત સારાંશ આપવામાં આવ્યો છે :
શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ ને વધુ ધર્મકથાઓ મળતી ગઈ અને એને ત્રિ-આયામી રીતે (૩-ડી) કોતરવાનું નક્કી થયું. આમાંની કેટલીક ઘટનાઓ શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર બનેલી છે અને કેટલીક અષ્ટાપદને સંબંધિત ઘટનાઓ છે. ૧ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું જન્મકલ્યાણક.
વર્ષીતપનું પારણું - રાજા શ્રેયાંસકુમાર દ્વારા હાથમાં અક્ષરસ ગ્રહણ કરીને પારણું કરતા શ્રી ઋષભદેવ ભગવાન. કેવળજ્ઞાન પછી અષ્ટાપદ પર રચાયેલા સમવસરણમાં ચક્રવર્તી ભરતને વર્તમાન ચોવીસી વિશે દેશના આપતા આદિ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન.
શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ-કલ્યાણક. ૫ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર, શ્રી અષ્ટાપદ તીર્થના
સ્થાપક ચક્રવર્તી ભરત રાજા અહીં નિર્વાણ પામ્યા હતા. અષ્ટાપદના રંગમંડપમાં ચક્રવર્તી રાજા ભરત. અરીસા મહેલમાં પોતાના આભૂષણરહિત શરીરને જોઈને સંસારની
ક્ષણભંગુરતા વિશે વિચારમગ્ન ચક્રવર્તી ભરત. ૮ ચક્રવર્તી સગર રાજાના પુત્રો અને નાગકુમારની કથા. નાગકુમારે પોતાની
જ્વાળાથી ૬૦૦૦૦ પુત્રોને ભસ્મ કર્યા. ૯ ગુરુ ગૌતમસ્વામી ભગવાન મહાવીરસ્વામી પાસે અષ્ટાપદ તીર્થની
યાત્રાની રજા માગે છે. ૧૦ શ્રી ગૌતમસ્વામી સૂર્યનાં કિરણોની મદદ (લબ્ધિ)થી અષ્ટાપદ તીર્થની
યાત્રા કરે છે. ૧૧ શ્રી ગૌતમસ્વામી- જગચિંતામણિ સૂત્રની પહેલી ગાથાની રચના કરે છે
અને ચૈત્યવંદન કરે છે
Jain Education International
28.. For Private & Personal Use Only
www.jainelibrary.org