________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૬. પ્રતિકૃતિની રચના :
જુદા જુદા પ્રકારની સામગ્રી, રૂપરેખા અને ડિઝાઈન વડે વિવિધ આકારની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી, જેનાથી આવી રચના માટે સર્વોત્તમની પસંદગી થઈ શકે. આ તૈયાર કરવામાં આવેલા નમૂના શ્રી અષ્ટાપદની પ્રતિકૃતિની યોગ્ય પસંદગી માટે સહાયરૂપ બન્યા. આમાંનું પાંચ નંબરનું મૉડેલ 3ડી (ત્રિઆયામી છે. પહેલાંનાં બે મોડેલ ૨-ડી (દ્ધિઆયામી) સર્પેન્ટાઇન પથ્થરમાંથી બનાવવામાં આવ્યાં હતાં. આમાંનાં કેટલાંક મૉડેલમાં ગોખલા સ્વતંત્ર રીતે કોતરવામાં આવ્યા હતા. પછીથી આ મૂર્તિઓ યોગ્ય સ્થાને સ્થાપિત કરવા અલગ અલગ ગોખલા પર્વતમાં જ કોતર્યા છે, તેથી મૉડેલનો દેખાવ આકર્ષક બન્યો છે. મૂળ સ્થાપત્યના પાંચમા ભાગની આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
આવી દસ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી તેના અનુભવે શીખવા મળ્યું કે સ્ફટિક અને કીમતી રત્નોની ડિઝાઈનમાં ફેરફાર કરવો પડે, તો તે ઘણો મુશ્કેલ હોય છે અને લાંબો સમય માગે તેવું કામ છે. ડ્રૉઇંગ અને ડિઝાઈન બદલાતા રહ્યા, પણ આખરે અમે સમગ્ર આકૃતિ માટે યોગ્ય નિર્ણય નક્કી કરી શક્યા છીએ.
પ્રતિકૃતિ-૨ (૨-ડી-દ્વિઆયામી)
પૂર્ણ કદના આરસની પ્રતિકૃતિ નં. ૯ (3-ડી
ત્રિઆયામી)
૬.૧ અષ્ટાપદ પર્વત :
પર્વત એ મુખ્ય અંગ છે અને તે સ્ફટિકનો બનાવવામાં આવ્યો છે. સ્ફટિકના ૧૦૦ થી ૩૦૦ કિલોનું વજન ધરાવતા ટુકડાઓને ઢોળાવવાળો પર્વત દેખાય તેમ
Jain Education International
For Private & Lobsonal Use Only
www.jainelibrary.org