________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૨૯. ગાંગરી કરચગ (Gangari Karchag) જે ગ્રંથ તિબેટી કૈલાસ પુરાણ તરીકે
પ્રસિદ્ધ છે, તે દર્શાવે છે કે કૈલાસ આખી સૃષ્ટિનું કેન્દ્ર છે. (આ ગ્રંથનો અંગ્રેજી
અનુવાદ થઈ રહ્યો છે.) ૩૦. ગંગકારે તેશી (Gangkare Teashi) શ્વેત કૈલાસ (White Kailas) નામના
પુસ્તકમાં દર્શાવે છે કે અહીં બૌદ્ધ ધર્મીઓ પૂર્વે જેનો વસતા હતા. તેઓ ગ્યાલ ફાલ પા અને ૨ પુ પા (Gyan Phal Pa and Chean Pu Pa) તરીકે ઓળખાતા હતા. તેમના પ્રથમ ભગવાનનું નામ ખયુ ચોક – ભગવાન ઋષભનાથ હતું અને છેલ્લા ભગવાન ફેલ વા અર્થાત્ મહાવીર સ્વામી હતું. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ એના ઘણા સિદ્ધાંતો જૈન સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે
૩૧. જૈન ધર્મની પ્રાચીનતા અંગે ડૉ. લતા બોથરા ઘણું સંશોધનકાર્ય કરી રહ્યાં છે.
અષ્ટાપદ વિશેના તેમના પુસ્તકમાં અષ્ટાપદ અંગેના ઘણા સંદર્ભો મળે છે. ૩૨. જુદા જુદા ગ્રંથો, પુસ્તકો, સાધુઓ અને પ્રવાસીઓ પાસેથી અષ્ટાપદ વિશેનું વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે. એ સામગ્રી ધરાવતાં ૧૬ વૉલ્યુમ તો તૈયાર થઈ ગયાં છે. આ સોળ વૉલ્યુમમાં અષ્ટાપદ વિશેની વિવિધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતી સંગ્રહિત કરવામાં આવી છે. ગ્રંથો અને ઇતિહાસમાંથી મળતી સામગ્રી અને અત્યારે ચાલી રહેલા સંશોધનની વિગતો આમાં ઝેરોક્સ કરીને
સંગ્રહિત કરવામાં આવી છે. ૩૩. શ્રી ભરતભાઈ હંસરાજે કૈલાસ પર્વતની ઘણી તસવીરો લીધી છે અને તેમના
મંતવ્ય પ્રમાણે આ તસવીરો શ્રી અષ્ટાપદ તીર્થના વર્ણન સાથે મેળ ધરાવે છે.
૪. અષ્ટાપદ રચનાનો વિચાર અને વિકાસ :
ધ જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયોર્ક સંસ્થાએ દેરાસર અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિ માટે નૂતન મકાનનું નિર્માણ કર્યું છે. એમાં બીજે માળે ભમતીમાં ૨૪ તીર્થકરોની પ્રતિમાની સ્થાપના કરવાનું નક્કી થયું. અમે ભમતીમાં ચોવીસી (૨૪ તીર્થકરોની પ્રતિમા) મૂકવાનું ઇચ્છતા હતા, પરંતુ જગ્યાના અભાવે એ શક્ય બન્યું નહીં. આ અંગે વિચારો થતા રહ્યા અને જૈન સેન્ટરના નૂતન મકાનના બાંધકામના
Jain Education International
For Private & 15onal Use Only
www.jainelibrary.org