________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
--
-
-
-
---
પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ પોતાની વિશેષ લબ્ધિથી આ તીર્થની યાત્રા
કરી હતી અને ત્યાં રાત્રિનિવાસ કરી આરાધના કરી હતી. ૧૩. ગુરુ ગૌતમસ્વામીએ જગચિંતામણિ સૂત્ર'ની પ્રથમ એક ગાથાની રચના
અષ્ટાપદ તીર્થ પર કરી હતી. (પ્રબોધ ટીકા' : ભાગ-૧) ષડાવશ્યક બાલાવબોધ' ગ્રંથમાં લખ્યું છે કે તેમણે જગચિંતામણિ સૂત્ર'ની પહેલી એક
ગાથાની રચના સાથે તીર્થ પર ચૈત્યવંદન કર્યું હતું. ૧૪. વસુદેવ હિંડી' ગ્રંથ (૨૧ માં અધ્યયન)માં ઉલ્લેખ છે કે આ પર્વત
વૈતાઢ્યગિરિ સાથે સંબંધિત છે. એની ઊંચાઈ આઠ માઈલ છે અને એની
તળેટીમાં નિશદિ નદી વહે છે. ૧૫. શ્રી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં લખ્યું છે કે અષ્ટાપદગિરિ કોશલ દેશની ઉત્તર
દિશામાં આવેલો છે. ભગવાન ઋષભદેવના નિર્વાણના સ્થળે દેવરાજ ઇંદ્રએ
ત્રણ સ્તૂપની રચના કરી હતી. (સૂત્ર-૩૩). ૧૬. જુદા જુદા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અષ્ટાપદ અયોધ્યાથી ૧૨.૫ યોજન ઉત્તર
દિશા તરફ આવેલો હતો અને સ્વચ્છ આકાશ હોય ત્યારે અયોધ્યાના વૃક્ષની
ટોચ ઉપરથી તે જોઈ શકાતો અને તેના દર્શન થઈ શકતા હતા. ૧૭. શ્રી સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર (સિદ્ધસ્તવ સૂત્ર)માં અષ્ટાપદમાં જે ક્રમમાં તીર્થકરોની
પ્રતિમા છે, તે ક્રમનું વર્ણન મળે છે. - "ચત્તારિ-અ-દસ-દોય વંદિયા જિણવરા-ચઉવ્વીસા" ૧૮. શ્રી પૂર્વાચાર્ય-રચિત "અષ્ટાપદ કલ્પ" (પ્રાચીન)માં આ તીર્થનું મહત્ત્વ તથા
અહીં થયેલી મંગલકારી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન ઉપલબ્ધ છે. ૧૯. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં
અષ્ટાપદ તીર્થનું વિગતે વર્ણન કર્યું છે. એના દસમા પર્વના પ્રારંભે ઉલ્લેખ મળે છે કે જે અષ્ટાપદ પર્વત પર પોતાની આધ્યાત્મિક શક્તિ (લબ્ધિ)થી ચઢે
છે અને તીર્થ પર એક રાત્રિ વસે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. ૨૦. શ્રી ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય મહાભ્યામાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની
નિર્વાણભૂમિ નજીક વાદ્ધકી રત્ન દ્વારા પ્રાસાદ બંધાવ્યો હતો.
Jain Education International
For Private & 13onal Use Only
www.jainelibrary.org