________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૩. જૈન આગમ શ્રી સૂત્રકૃતાંગસૂત્ર'માં દર્શાવ્યા પ્રમાણે શ્રી ઋષભદેવ ભગવાને
તેમના પુત્ર રાજા ભરત ચક્રવર્તીને અષ્ટાપદ પર દેશના (ઉપદેશ) આપી
હતી.
૪. જૈન આગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની નિયુક્તિ અનુસાર કોઈ પણ ભવ્યાત્મા
પોતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે, તે ચરમ-શરીરી (આજ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનાર જીવ) કહેવાશે, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરશે.
(અધ્યાય ૧૦, સૂત્ર ૨૯૦) ૫. શ્રી આવશ્યક નિર્યુક્તિ' માં પણ અષ્ટાપદ તીર્થનું વર્ણન પ્રાપ્ત થાય છે. ૬. શ્રી કલ્પસૂત્ર'માં અષ્ટાપદને ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે
દર્શાવવામાં આવી છે. ૭. શ્રી નિશીથ ચૂર્ણિમાં અષ્ટાપદ પર્વત પર તીર્થકર શ્રી ઋષભ દેવ ભગવાનના
મોક્ષગમનનું વર્ણન છે. ૮. આચાર્ય જિનપ્રભસૂરિ કૃત વિવિધ તીર્થકલ્પ'માં અષ્ટાપદ તીર્થના કલ્પ વિશે
એક અધ્યાય પ્રાપ્ત થાય છે. તેમાં લખ્યું છે કે ગુરુ ગૌતમસ્વામી દક્ષિણ
બાજુથી સિંહનિષિદ્યા-પ્રાસાદમાં પ્રવેશ્યા હતા. ૯. આચાર્ય ધર્મઘોષસૂરિ રચિત શ્રી અષ્ટાપદ મહાતીર્થકલ્પ'માં આ તીર્થ વિશે
વર્ણન મળે છે અને તેમાં લખ્યું છે કે સિંહનિષદ્યા-પ્રાસાદને ચાર બાજુ હતી. ૧૦. વિશ્વકર્માકૃત જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ' ગ્રંથમાં અષ્ટાપદ ગિરિની રચના વિશે
સવિસ્તાર નોંધ મળે છે. ૧૧. ઉત્તર પુરાણમાં જૈન તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર મળે છે. એમાં
એવું વર્ણન છે કે એમના પુત્ર ભરત ચક્રવર્તીએ અતીત, વર્તમાન તથા અનાગત એમ ત્રણે ચોવીસીની ૭૨ તીર્થકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણ
મંદિરની રચના કરી. ૧૨. ભગવાન મહાવીર સ્વામીએ એક વાર દેશનામાં કહ્યું હતું કે જે વ્યક્તિ
અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને ત્યાં રાત્રિ વાસો કરી, આરાધના કરશે તે આ જન્મમાં મુક્તિ પામશે. આશરે છવ્વીસસો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરના
Jain Education International
For Private & 12 sonal Use Only
www.jainelibrary.org