Book Title: Ashtapadji Mahatirth Ratnamandir Author(s): Jain Center of America Inc. New York Publisher: USA Jain Center America NY View full book textPage 9
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૧. પ્રાસ્તાવિક જૈન ધર્મનાં અતિ મહિમાવંતા પાંચ તીર્થોમાં એક અષ્ટાપદ તીર્થ છે. વર્તમાન સમયમાં તે લુપ્તપ્રાયઃ માનવામાં આવે છે. જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂયૉર્ક) દ્વારા આ તીર્થની પ્રતિકૃતિ બનાવવાનો ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે, જૈન ધર્મગ્રંથોમાં તીર્થકરના જીવનકાળમાં બનતી પાંચ અત્યંત મહત્ત્વની અને પવિત્ર ગણાતી ધટનાઓને પંચ કલ્યાણક' તરીકે ઓળખવામાં આવે છે. તીર્થકરનો માતાના ગર્ભમાં અવતરણ અને એમની માતાને આવતાં ૧૪ સ્વપ્નો, તે ચ્યવનકલ્યાણક કહેવાય છે. તીર્થકરના જન્મનો ભવ્ય રીતે ઊજવાતો જન્માભિષેક, તે જન્મ-કલ્યાણક કહેવાય છે. તમામ ભૌતિક સુખ-સમૃદ્ધિ ત્યજીને વિકટ તપસ્વી જીવનનો સ્વીકાર, તે દીક્ષા-કલ્યાણક કહેવાય છે. ઘણી તપશ્ચર્યા અને ધ્યાન-સાધના પછી તીર્થકરને પ્રાપ્ત થતું કેવળજ્ઞાન, તે કેવળજ્ઞાન કલ્યાણક કહેવાય છે. એમના જીવનનો છેલો પ્રસંગ તે એમનો આત્મા કર્મબંધનમાંથી પૂર્ણ રીતે મુક્ત થઈ સિદ્ધપદને પામે છે, તે નિર્વાણ કલ્યાણક કહેવાય છે. આ નિર્વાણભૂમિ પર તીર્થકર ભગવાનના જીવનની ધ્યેયપ્રાપ્તિ થાય છે અને તેઓ ભવભ્રમણના ફેરામાંથી સદાકાળ માટે મુક્તિ પામે છે. તે સ્થાન અતિપવિત્ર અને મહિમાવંતું ગણાય છે. નીચેના શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ સ્થળોએ ૨૪ તીર્થકરો નિર્વાણ પામ્યા છે અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરું, વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધયા, નેમ રેવત ગિરિવરું; સમેત શિખરે વીસ જિનવર, મુક્તિ પહુંચ્યા મુનિવરું, ચઉવીસ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સુëકરું. "શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદ પર નિર્વાણ પામ્યા, મહાવીરસ્વામી ભગવાન પાવાપુરીમાં, વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંપાપુરીમાં અને નેમિનાથ ભગવાન ગિરનારમાં નિર્વાણ પામી મોક્ષે ગયા. બાકીના વીસ તીર્થંકરો સમેતશિખરમાં નિર્વાણ પામ્યા. સકલ સંઘને સુખ આપનાર આ ચોવીસે તીર્થકરોને હું પૂજ્યભાવે વંદન કરું છું." જૈન ધર્મગ્રંથો પ્રમાણે તીર્થકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. શ્રી અષ્ટાપદ તીર્થ એ મહત્ત્વનું તીર્થ છે અને એ હિમાલયના શાંત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52