________________
૧૩૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧) ચલણ વધ્યું ! એ સાતત્ય ભાવ ઉત્પન્ન થયો, પણ પછી મહીં કંટાળે.
એ વ્યતિરેક ગુણો નાશવંત છે. પણ એ ગુણોને આધીન આખું જગત છે. એટલી બધી ભ્રાંતિથી ફસામણ થઇ છે, કે એ ગુણોને આધીન જ જીવો વર્યા કરે છે. એને જ ચેતન માને છે. ‘મને જ ક્રોધ થાય છે, બીજા કોને થાય ? હું જ લોભ કરનારો છું.” ગજવામાંથી પચ્ચીસ રૂપિયા જ ખોવાઈ ગયા હોય તો લોભિયાને આખો દહાડો સાંભર સાંભર કર્યા કરે, એ લોભના ગુણ. બીજે દહાડે હઉ સાંભરે. લોભિયો ના હોય તો એને કંઈ નહીં.
સ્વભાવમાં રહીને થાય વિભાવ ! પ્રશ્નકર્તા : ચેતન તત્ત્વમાં એકલામાં જ સ્વભાવ કરવાની શક્તિ છે ને વિભાવેય કરવાની શક્તિ છે, એમ આપે કહેલું છે.
દાદાશ્રી : હા, તે ?
પ્રશ્નકર્તા : આ ચેતન તત્ત્વ જો વિભાવ કરે તો સ્વભાવમાં આવી શકે નહીંને ?
દાદાશ્રી : ના, સ્વભાવમાં જ હોય. ચેતન પોતાના સ્વભાવની બહાર જતો જ નથી અને અમુક સંજોગોને લઈને વિશેષભાવ ઉત્પન્ન થાય છે. એ સંજોગો ખસી જાય એટલે બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : શુદ્ધ ચેતનને વિશેષભાવ ના થઈ શકે ?
દાદાશ્રી : એ તો સ્વભાવમાં જ હોય. આ તો વિશેષભાવ બહારથી ઊભો થયો છે. પેલા સંજોગો ભેગા થવાથી આ વિશેષભાવ ઉત્પન્ન થયો હતો ને એને આપણે જ્ઞાન આપીએને, એટલે છુટો પડી જાય. એટલે વિશેષભાવ ઊડી જાય. તે આ હું ‘ચંદુભાઈ છું’ એ વિશેષભાવ હતો, તે ‘હું શુદ્ધાત્મા છું' થયે વિશેષભાવ ઊડી ગયો.
પ્રશ્નકર્તા ? ત્યાર પછી પાછી એ ઇચ્છા ન કરે ? વિશેષભાવ ન કરે ?
દાદાશ્રી : કરે નહીં એ, કરે તો પછી એને ચોંટે.
(૧.૧૦) વિભાવમાં ચેતન કોણ ? પુદ્ગલ કોણ ?
૧૩૧ પ્રશ્નકર્તા : એટલે કરી શકે, કરે એની સત્તા તો ખરીને ?
દાદાશ્રી : હા. પણ ‘તમે’ આજ્ઞા ના પાળી તો વિશેષભાવ થાય જ. આશા ના પાળેને એને બધું થાય. આજ્ઞા પાળે એને ના થાય કશું.
પ્રશ્નકર્તા : તો ચેતનની તાકાત તો ખરીને વિશેષભાવો કરવાની ? દાદાશ્રી : ના, એ તો સંજોગોની અસર છે.
સંયોગો જ પાયામાં સર્વત્ર ! પ્રશ્નકર્તા : તો પછી સંજોગો અને ચેતન બેઉ અનંત છે ? દાદાશ્રી : હા, અનંત છે. પ્રશ્નકર્તા : તો સાથે સાથે સંયોગ પણ અનંત થયા ને ?
દાદાશ્રી : હા, સંયોગ અનંત છે. અનાદિનો, અનંત કાળ સુધીનો છે પણ જો છૂટું પાડે તો તો કશું જ થયું નથી, આ બધું ઊડી જાય ને પોતપોતાના સ્વભાવમાં આવી જાય. સામાસામી જે પ્રભાવ પડતો હતો તે ઊડી જાય. ‘આ હું ન્હોય’ કહેતાની સાથે બધું હડહડાટ છૂટું પડી જાય.
પ્રશ્નકર્તા : પણ છૂટા પડ્યા પછી પણ સંયોગ તો રહે ને ?
દાદાશ્રી : સંયોગનો સવાલ નથી. સંયોગથી જ અજ્ઞાન ઉત્પન્ન થયેલું. એ અજ્ઞાન ગયું, એટલે સંયોગ એની મેળે ધીમે ધીમે છૂટા થતા ખલાસ થઈ જવાના.
સંયોગોના આધારે અહંકાર ઊભો થયો છે ને અહંકારના આધારે સંયોગ ટક્યો છે. અહંકાર ગયો, તેના સંયોગ ગયા. રોંગ બિલીફથી બધું ઊભું છે.
‘'તે કરવાનું શુદ્ધ.... પ્રશ્નકર્તા : એ ચેતન તત્ત્વ શુદ્ધ થઈને નીકળી ગયું, આ પછી જે અચેતન તત્ત્વ રહ્યું તે શુદ્ધરૂપે નીકળી જાય ?