Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 165
________________ (૨.૪) અવસ્થાઓને જોનારો ‘પોતે' ! ૨૬૫ ૨૬૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) કપાસિયા વાવ્યા તે બે પાને આવે તે મૂઓ ખુશ ખુશ થઈ જાય. પણ તે ભૂલાતા સુધી અનંત અવસ્થાઓ, સારી-ખોટી આવવાની. છેવટે બહુ સારોય પાકે કે હીમ પણ પડે તેવું આ સંસારમાં પ્રત્યેક ક્ષણ અવસ્થાવાળી છે. ક્ષણે ક્ષણે અવસ્થાઓ બદલાયા જ કરે છે. આ બાબો તે ઊંધે છે, આ અવસ્થામાં એનું બધાની વચ્ચે અપમાન કરે તો એને કશો વાંધો નથી અને બીજી આ જ્ઞાનદશામાં અપમાનનો વાંધો નથી. રહી વચગાળાની અવસ્થા. ઈન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થામાં જ બધો ડખો છે. “મારી-તારી' બતાવે છે, તેમાં જરા અપમાન કરે તો વાંધો આવે. મનની અવસ્થા, વચનની અવસ્થા અને કાયાની અવસ્થા બહાર કશું જ થતું નથી. જેને ઈફેક્ટ થાય તેને સમજવાનું. અવસ્થા સમભાવે નિકાલ કરી નાખવી જોઈએ. તેવી રીતે અવસ્થા ચીકણી આવે તો ઝટ તેમાંથી નીકળી જવું. અવસ્થા એ નિચેતન ચેતન છે. આપણે શુદ્ધ ચેતન છીએ. અવસ્થાને જોવાની. અવસ્થામાં તમે ચીટકી જાઓ એટલે દુઃખી થાઓ. તેથી આનંદ ના આવે. રાતના સૂઈ જાવ છો ત્યારે કારખાનું દેખાય છે ને ઘડભાંજ ઊભી કરો છો પછી. ભાંજગડ ઊભી કરી તે બધી જ અવસ્થાઓ છે. સરવાળા-બાદબાકી એની મેળે જ કુદરતી થયા કરે છે. તેમાં મૂઆ, ભેળું શું કામ કરે છે ? નોર્મલ જરૂરિયાતોથી વધારે કંઈ જ ભેળું કરવાનું હોય નહીં. ઈન્દ્રિયો એ અવસ્થાઓ છે અને એ વસ્તુઓની ઘાટ ઘડામણ છે. તેનાથી તત્ત્વ ના દેખાય. જે માઈલમાં આવ્યો તે માઈલનું દેખાય એને. તે માઈલની તેની અવસ્થા. આ બધું જગત ગણિત જ છે, આત્મા ગણિત નથી. કોઈ પણ અવસ્થા અડતાલીસ મિનિટથી વધારે ના રહે, તેવો નેચરલ નિયમ છે. ઘડીયાળમાં મોટો કાંટો મિનિટે મિનિટે ફર્યા કરે છે, તે ઘડીયાળ નહીં પણ તેની અવસ્થા છે. કોઈ પણ એક અવસ્થામાં ૪૭ મિનિટ અને ૫૯ સેકન્ડથી વધુ રહેવાય, તેવું આ જગત નથી. આ અવસ્થામાં રહેવાથી તેનું રૂપક શું આવે ? આખોય મનુષ્ય ભવ, અગર દેવગતિ કે તિર્યંચ કે નર્કગતિનું રૂપક આવે. જ્ઞાન હોય તો જ ઉકેલ આવે. જ્ઞાન એક જ ટકો ફેર હોય તોય તે ક્યાંના ક્યાંય ફેંકાઈ જવાય તેવું છે. પ્રાકૃત સ્વભાવનો તો આપણે નિકાલ કરવા બેઠા છીએ અને જગત પ્રાકૃત સ્વભાવને “મારા-મારો' કરે છે. આપણે તો તેના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ. અમે ચાખી દુનિયાભરતી અવસ્થાઓ ! સ્વની મહીં સ્વસ્થ રહેવાનું ભગવાને કહેલું ત્યારે લોકો મૂઆ અવસ્થામાં રહીને અસ્વસ્થ થઈ ગયા છે. આખુંય જગત અવસ્થામાં મહાલે છે ને તેમાં જ તન્મયાકાર રહે છે. તેથી અવસ્થા ભોગવવા ચોરાસી લાખ યોનિમાં ભટક ભટક કરવું પડે છે. ત્યાગીઓ, તપસ્વીઓ બાવા-બાવલી, સાધુ-સાધ્વી, આચાર્યો-ઉપદેશકો અને શાસ્ત્રકારો બધા જ અવસ્થાઓમાં તન્મયાકાર જ રહે છે. ‘અમે બધી અવસ્થાઓ ચાખી જોઈ. કોઈ ચાખવામાં બાકી રાખી નથી. હાથી થઈને હઉ ફર્યો, મદમસ્ત. અને મદ હઉ ઝરે. અને એના છોકરાનું નામેય મદનિયો. એનો છોકરો મેં જોયો. મેં કહ્યું, એનો છોકરો કેવડો હોય ? ત્યારે આપણે ત્યાં બાળક હોય તે આવડું હોય અને એનો છોકરો આવડો મોટો ! મદનિયો !! અરે મદનલાલ, તમારી વાત ક્યાં થાય તે ? મદનિયો. તેય તપાસ કરી આવ્યો'તો, મદનિયો હતો ને, તે મેં કહ્યું, જોઈ આવવા તો દે. આ દુનિયાનો લોભી છે, તે લોભને લઈને ના જાય. પણ મારે લોભ નથી, મને જોઈ આવવા તો દો. દુનિયા જોવી તો જોઈએ ને ! અમારી આબરૂ અમારા લોકમાં છે. અમારો લોક તે કાયમી લોક છે. આ લોકો તો અવસ્થામાં રહેનારા છે. અમારી આબરૂ આ લોકોમાં નથી. અમે કોઈ અવસ્થામાં રહેનારા નથી. દેહની અવસ્થાઓ, પ્રકૃતિની અવસ્થામાં રહેનારા તે તો જગતના લોક છે.

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168