Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 164
________________ (૨.૪) અવસ્થાઓને જોનારો ‘પોતે' ! ૨૬૩ ૨૬૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) બેઠાં છે, તેનું આ દુઃખ છે. હોમને હોમ માને અને ફોરેનને ફોરેન માને તો કશું દુઃખ રહેતું નથી. જે વખતે જે અવસ્થામાં હોય છે ને તે અવસ્થાને નિત્ય (કાયમની) ને સત્ય માની લે છે અને ગૂંચાયા કરે છે. વગર કામની ગૂંચ, ગૂંચ, ગૂંચ. અવસ્થાઓને ભજ્યા ના કરે તેવા કેટલા ? સાધુ-સંન્યાસીઓ બધા જ અવસ્થાઓને જ ભજ્યા કરે છે. પલકારા ય અવસ્થા ! સવારથી ઊઠ્યા તે રાત્રે ઊધી જઈએ ત્યાં સુધીની બધી જ ક્રિયાઓ માત્ર અવસ્થાઓ છે. દેહધારીની જન્મથી મરણ સુધીની બધી જ ક્રિયાઓ જે આંખે દેખાતી નથી અને આપણે માનતા નથી કે જે સંયોગી પુરાવાના આધારે જ થાય છે તે બધી જ અવસ્થાઓ છે. જેટલી ઉદયાતવાળી હોય તે બધી અવસ્થા. કેટલી વાર થાય તે કહેવાય નહીં. આંખના પલકારો એય અવસ્થા છે. આંખના પલકારા જો જાતે કરવાના હોય તો શી દશા થાય ? સાઈઠને બદલે બસ્સો થાય એવું છે. પ્રશ્નકર્તા : અવસ્થા અને ઈન્સિડન્ટમાં ફેર શો ? દાદાશ્રી : ઈન્સિડન્ટમાં અવસ્થા સમાય, પણ અવસ્થામાં ઈન્સિડન્ટ ના સમાય. કોઈ કરતું નથી, ફૂલો ચઢાવે છે તે તેની અવસ્થા છે, ઢેખાળા મારે છે તે તેની અવસ્થા છે. અહીંથી ફૂલના પરમાણુ ઊડે ત્યારે જ બહારથી તે કાળે જ ફૂલો આવીને પડે ને મહીં પથ્થરના જેવા પરમાણુ ઊડે ત્યારે બહારથીય પથરા આવીને પડે. ટાઈમસર આવીને મળે. શું અહમ્ વિતાશી ? અવસ્થા ગમી તો સંયોગ ભેગા થઈ જાય. બધી અવસ્થાઓ ફર્યા કરે છે. કોઈ અવસ્થા કાયમ રહેતી નથી. કારણ કે સંયોગો છે. અને સંયોગો વિયોગી સ્વભાવના હોય. સંમેલનથી સંયોગ અને વિસર્જનથી ગલન થાય છે. આ આંખે તત્ત્વ દેખાય નહીં, બધી અવસ્થા દેખાય છે. પોતે પોતાનું તત્ત્વ ન જાણે, અવસ્થાઓ જાણે. અવસ્થાઓ બધી નાશવંત છે. માણસોના ઘાટ બદલાશે, વેશ બદલાશે, બધું બદલાશે પણ નવું થવાનું નથી, માત્ર અવસ્થાઓ બદલાશે. અવસ્થા ને પોતે જુદા દેખાય નહીં. વિચારો ને વિચારનાર જુદા દેખાય નહીં. જ્યાં સુધી જ્ઞાન ન મળે ત્યાં સુધી તમને બધામાં ભેગા જ દેખાય. આત્મા જુદો જ છે. અવસ્થાઓ પલટાય નહીં, તો તે સંસાર જ ન કહેવાય. પ્રશ્નકર્તા : દાદા, તમે કીધું કે તત્ત્વો ભેગાં થવાથી અવસ્થા બધી બદલાયા કરે, તે અવસ્થાને લીધે જે અહમ્ ઊભો થાય, તે અહમ્ પણ બદલાતો હશે, કોઈનામાં ઓછો-વધતો તે વખતે હશે ? દાદાશ્રી : એવું છે ને, પેલી અવસ્થાઓ જે થાય છે ને, તે તો તરત ને તરત વિનાશ થઈ જાય છે. અને આ અહમ ને જે બધાં ઊભાં થયા છે ને, તે આ બે વસ્તુ ભેગી થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે. તેનાથી અહંકાર ઊભો થાય છે (ત કેવળજ્ઞાન થતાં સુધી રહે છે). પલટે અવસ્થા પળે પળે ! આત્મા ત્રિકાળવર્તી છે. ભાવ ત્રિકાળવત નથી, અવસ્થાવર્ત છે. જે અવસ્થાવત છે તે ચેતન નથી. જે અવસ્થાવર્તી નથી તે ચેતન છે. આ મોટરો, બંગલા, જમીનો આપણે નહીં છોડીએ તોય તેને છોડીને આપણે એક દહાડો જતું રહેવું પડશે. એક માત્ર સચ્ચિદાનંદ કરવા જેવું છે. (વિનાશીનો મોહ છોડી આત્માને ભજવા જેવું છે.) ગુણ બદલાય નહીં, પર્યાય બદલાય. દૂધ મીઠું લાગતું હોય પણ બીજે દિવસે ખાટું લાગે. પછી વાસ લેવી પણ ના ગમે. પરમાણુ માત્ર ક્ષણે ક્ષણે બદલાયા કરે છે.

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168