Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 166
________________ (૨.૪) અવસ્થાઓને જોનારો ‘પોતે' ! ૨૬૭ ર૬૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) ગમતી અવસ્થામાં તન્મયાકાર થાય તોય તે ગમતાનું બાંધે ને ના ગમતી અવસ્થામાં તન્મયાકાર ના થાય તોય તે ના ગમતું બાંધે જ (અજ્ઞાની માટે). અવસ્થાઓમાં તન્મયાકાર રહેવા છતાં અમને જે જે કરવામાં તન્મયાકાર થશે તોય કામ કાઢી નાખશે ને તેમનું કલ્યાણ થઈ જશે. અવસ્થા માત્રથી મુક્ત થયો હોય તો જ એ મુક્તતા આપી શકે. જ્યાં સુધી જ્ઞાની પુરુષ સિક્કો ન મારે ત્યાં સુધી આ અવસ્થા (સાધક અવસ્થા) ઉત્પન્ન ના થાય. સાધક અવસ્થાનું ફળ સિદ્ધ અવસ્થા. નહીં તો આખો દિવસ ઊંધું જ કર્યા કરે. અવસ્થામાં ચોટે ચિત્ત ત્યાં... જે અવસ્થાની આહુતિ સ્વાહા થઈ, તેના ઘા ના પડે. ઘા શાથી પડે ? ત્યારે કહે, લક્ષથી. માટે જે અવસ્થામાં લક્ષ ગયું ત્યાં ઘા પડે અને તેમાં લક્ષ ના જાય તો તે અવસ્થા સ્વાહા થાય, જાગૃતિ યજ્ઞમાં. લક્ષનો નિયમ એવો છે ને કે જ્યાં લક્ષ બેસે ત્યાં ને ત્યાં તે પાછું ફરી ફરી જાય. બધુંય બદલાય પણ લક્ષ ના બદલાય. અમે અલખનું લક્ષ બેસાડી આપીએ પછી અવસ્થાઓમાં લક્ષ રહે નહીં ને નિકાલ થાય. જેટલા ઘા વધારે પડે તે જ અવસ્થા વધારે ને વધારે આપણા પાસે ભમ્યા કરે, માખીની માફક. કો'ક કહેશે કે મને અનુભવ કેમ થતો નથી ? ત્યારે કહે, જેટલા લક્ષના ઘા પડેલા છે તે રૂઝાયા નહીં. આ ઘા જ્ઞાનભાષાના સૂક્ષ્મ ઘા છે. કેટલાક તો એવાય ઘા હોય કે પરૂ પણ પડ્યા કરે. એ બધાય ઘા જેમ જેમ રૂઝાતા જાય તેમ તેમ અનુભવ થતો જાય. રિલેટીવમાં કેવું છે કે એક ઘા રૂઝવવા માટે ત્યાંથી લક્ષ ઉઠાવીને બીજે લક્ષને બેસાડે કે પહેલો ઘા રૂઝાવા માંડે પણ જયાં નવું લક્ષ બેસાડ્યું ત્યાં પાછો નવો ઘા પડે. પૂર્વે જે પર્યાયોનું ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે, ત્યારે ચિત્ત ત્યાં ચોંટી રહે. કલાકોના કલાકો રહે, ગુઠાણા જાય. જે પર્યાયો પાતળા થઈ ગયા તે પર્યાયોની ચોંટ ચિત્તને વધારે ના રહે. ચોંટે ને છૂટું પડી જાય. કોઈ પણ અવસ્થામાં ચોંટ રહે તેવા વિચારો આવતા હોય તો તેને કહી દેવું કે ‘તારો અને મારો સંબંધ માત્ર શેય-જ્ઞાતાનો છે, હવે પરણવું નથી.' એવું કહેતાની સાથે એ અવસ્થા, વિચારો જતા રહેશે. પોતાની અવળી સમજણથી પરણે છે, શાદી કરે છે (એકાકાર થાય છે), માટે એને સહન કરવું પડે છે. તન્મયાકાર થાય એટલે સંસાર ચોંટ્યો. અમુક અવસ્થાઓ જ ચોંટાડે. મીઠી તથા કડવી બન્ને અવસ્થા ચોંટાડે તે વખતે લક્ષમાં રહેવું જોઈએ અને બોલવું કે આ મારી હોય જ નહીં, એટલે એ જતી રહેશે. મોક્ષમાં જવાનું જે પ્રમાણપત્ર છે, તેમાં કોઈ ક્રિયા જોવામાં આવતી નથી. માત્ર વીતરાગતા જ જોવાય છે. ડખો કોનું નામ ? કોઈ પણ અવસ્થા હમણાં થઈ તેમાં ચિત્ત થોડીવાર ચોંટ્યું, તે ડખો. આ જાત્રામાં ગમે તેવી અવસ્થા આવે તોય અમે ચોંટ્યા નથી. અમે અવસ્થાને ઊભી ના રાખીએ. ત્રણ મિનિટ ઊભી રાખીએ તો બધાની લાઇન થઈ જાય. સમજાય છે આ ? આપણા મહાત્માઓને વીતરાગતા રહે પણ દરઅસલ ના રહે. આહુતિ, પ્રત્યેક અવસ્થાતી... આખા જગતમાં કોઈપણ અવસ્થા સ્વાહા થઈને ના જાય, પણ બીજ નાખીને જાય અને આમ બધાય નખાયેલાં બીજોનો હિસાબ છેલ્લો પોણા કલાક રહે ત્યારે થઈ જાય અને નખાયેલાં બીજ કયા પ્રકારનાં વધારે છે ત્યાં આવતે ભવ જાય છે. જગતના લોકોને દરેક અવસ્થાઓમાં મનની, વાણીની, કાયાની એમાં લાખેક બીજ નાખે. એમાં 3000 ઘઉંના નાખે અને બાકીના કૂચ (ખાજવણી)ના. અવસ્થા થઈ એટલે બીજ પડે જ પણ જ્ઞાન પછી અવસ્થાઓ નિકાલ થયા કરે, સ્વાહા થયા કરે. અવસ્થાઓ ડિસ્ચાર્જ થયા કરવાની. ચાર્જ ના થાય એ જોવાનું

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168