Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 162
________________ (૨.૪) અવસ્થાઓને જોનારો ‘પોતે’ ! સાધુ તે સાધુના ફેઝમાં ને તપસ્વી તે તપસ્વીના ફેઝમાં, મુનિઓ તે મુનિના ને મહાત્મા તે મહાત્માના ફેઝમાં રહ્યા છે. અજ્ઞાનતાના મહાસાગરમાં આ જ્ઞાન છે. ફેઝની શું શું કળાઓ છે તે જોયા કરો. ૨૫૯ પ્રશ્નકર્તા : જે ગુણ અને અવગુણ છે એ ઈફેક્ટ છે. કોઝિઝ હતાં એની ઈફેક્ટ છે. ત્યારે એ વાત આવી કે આત્માના જે અનેક ગુણો છે, એના કોઝિઝ ખરાં કે નહીં ? દાદાશ્રી : ના, એના કોઝીઝ નહીં. ઉત્પન્ન થવાનું હોય અને વિનાશ થવાનું હોય ત્યાં એ કોઝિઝ ને ઈફેક્ટ હોય. અવસ્થામાં કોઝિઝ-ઈફેક્ટ હોય અને તત્ત્વમાં ન હોય. સ્થિર વસ્તુ જોતાં જ સ્થિર ! પ્રશ્નકર્તા : બધી વસ્તુનું પરિવર્તન થાય છે, બધી વસ્તુ તેનો મતલબ શું છે ? એટલે ત્રણેય કાળમાં એકની એક જ વસ્તુ રહે તો સાચું ગણાયને ? દાદાશ્રી : એકની એક વસ્તુ રહેતી હોય તો બહુ કંટાળો આવે. એકની એક વસ્તુ કોઈ તું રાખી મેલતો હોય ખરો ? પોતેય એકનો એક હોય તો કંટાળો આવે. સ્ત્રી એકની એક હોય તો કંટાળો આવે. જે હોય તે એકનું એકમાં કંટાળો આવે. શા આધારે કહ્યું કે એકનું એક ફરી સુખ આપે ? આ દરેક વસ્તુ આ દુનિયામાં પરિવર્તનશીલ સ્વભાવની જ છે. તેમાં એકનું એક શી રીતે ખોળીશ તું ? કાયમ સ્થિર શી રીતે ખોળીશ તું ? પ્રશ્નકર્તા : સ્થિરને ખોળવા માટે પ્રશ્ન પૂછ્યો છે. દાદાશ્રી : ના, પણ બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ જ છે ત્યાં આગળ... પ્રશ્નકર્તા : આત્મા તો સ્થિર છે ને ? આપ્તવાણી-૧૪ (ભાગ-૧) દાદાશ્રી : ના, એવું તે હોતું હશે ? એય પરિવર્તનશીલ છે. વસ્તુએ કરીને સ્થિર છે, અવસ્થાએ કરીને પરિવર્તનવાળો છે. ‘તું’ અવસ્થા જોઉં તો ભડકું અને વસ્તુ જોઉં તો સ્થિરતા ઉત્પન્ન થાય. ૨૬૦ આ પોતે અવસ્થાવાળો અને આ પેલી અવસ્થાઓ વિનાશી. એમાં ભટક ભટક ભટક કર્યા કરે. જ્યારે મૂળ વસ્તુ જોશેને પછી પરમેનન્ટ થાય. બુદ્ધિ તે તો અવસ્થાને સ્વરૂપ મનાવડાવવા ફરે. તો તે ઘડીએ દાદાને યાદ કરી કહે કે હું વીતરાગ છું, તો બુદ્ધિબેન બેસી જાય. અવસ્થામાં ‘હું' થયું કે ઢેખાળો પડ્યો અને એના મોજાં, સ્પંદનો ઊભાં થાય. શુદ્ધ આત્મજ્ઞાન થયા પછી રહ્યું શું બાકી ? ત્યારે કહે, અવસ્થાઓને છૂટી પાડીને જાણવાનું. આ અવસ્થા પરદ્રવ્ય-જડની અને આ અવસ્થા દરઅસલ જ્ઞાનની. શેયની અવસ્થા પ્રમાણે જ્ઞાન પ્રકાશની અવસ્થાનું પ્રમાણ હોય જ. પણ તે બન્ને અવસ્થાઓનો ભેદ પડી જવો જોઇએ. આમાં આપણે અધિકાર તો ફક્ત જ્ઞાતા-શેય સંબંધને જાણવા માત્રનો છે. (વ્યવહાર) આત્માનું એક પણ ભ્રાંતિથી વિચારેલું, તે જ્ઞાતા-શેયના સંબંધને જાણવાથી જ જાય, તે સિવાય ના જાય. કારણ કે તે ભ્રાંતિથી હોય છે, છતાં પણ (વ્યવહાર) આત્માની હાજરીના સ્ટેમ્પવાળો વિચાર હોય છે. ‘સ્વ'માં સ્વસ્થ, અવસ્થામાં અસ્વસ્થ ! જગત આખું અવસ્થામાં સ્વસ્થ રહે છે. વકીલને ત્યાં ગયો, તે વકીલ કહે, તું મારો અસીલ. તે અસીલની અવસ્થામાં સ્વસ્થ થાય. મૂઆ, સ્વમાં સ્વસ્થ થા ! અવસ્થામાં અવસ્થિત થાય તો ક્યાંથી સ્વસ્થ રહી શકે ? ગર્ભમાં આવ્યો ત્યાંથી અવસ્થામાં છે. ‘હું’માં પડું એટલે અવસ્થામાં જાય છે અને ‘સ્વ’માં સ્વસ્થ થયો એટલે પરમાત્મા. અવસ્થા માત્ર

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168