Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 163
________________ (૨.૪) અવસ્થાઓને જોનારો ‘પોતે' ! ૨૬૧ ૨૬૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી. એ કુદરતી રચના શું છે તે હું એકલો જ જાણું છું. અરીસામાં ડુંગર દેખાય તો શું તેમાં કંઈ અરીસાને વજન લાગે ? તે આવી જ રીતે જ્ઞાનીઓને સંસાર અવસ્થાની કંઈ અસર થતી નથી. જે જે કંઈ પણ ટેમ્પરરી છે તે ‘મારું હોય’ તેવું જે જાણે તે જ્ઞાન. બધા જ પર્યાય શુદ્ધ થયે અનંત જ્ઞાન કહેવાય. સૂક્ષ્મ સંયોગો તે બધા જ અનંત પર્યાયો છે. તે શુદ્ધ થયે અનંત જ્ઞાની કહેવાય. બધા પર્યાયોને જાણવા જાય તો ક્યાં પાર આવે તેમ છે ? એના કરતાં તો ‘હું આ છું’ અને આ બધા પર્યાયો છે, એટલું જાણું એટલે કામ જ નીકળી ગયું. આત્માની વિભાવિક અવસ્થાથી રાગ-દ્વેષ છે અને સ્વભાવિક અવસ્થાથી વીતરાગ છે. મુકામ ‘તમારો' શેમાં ? અવસ્થામાં પોતાનો મુકામ કરવાથી અસ્વસ્થ થાય અને પોતાનાં સ્વરૂપમાં એટલે પરમેનન્ટમાં રહેવાથી સ્વસ્થ થાય. અસ્વસ્થતા તમે જોયેલી ? જે વખતે ચંદુભાઈ હતા, ત્યાં સુધી અસ્વસ્થતા હોય જ અને હવે શુદ્ધાત્મામાં આવ્યા, એટલે પોતાના સ્વરૂપમાં રહે એટલે સ્વસ્થ. જ્યાં સુધી ‘હું ચંદુભાઈ છું’ એ અવસ્થા કહેવાય. ‘પટેલ છું’ એ અવસ્થા, ‘હું પચાસ વર્ષનો છું” એ અવસ્થા. ‘હું એક્ઝિક્યુટિવ એજીનીયર છું’ એ અવસ્થા, બધી અવસ્થા. એ અવસ્થામાં સ્વસ્થતા ના રહે. લોક કહે, ‘સ્વસ્થ છો ને ?” ત્યારે કહે, “ના, બા. સ્વસ્થ શેનો ? અસ્વસ્થ.” અવસ્થામાં જે મુકામ કરે તે કેવો હોય ? અસ્વસ્થ. નિરંતર, એક ક્ષણ ચૂક્યા વગરનો. અને વસ્તુમાં મુકામ કરે, તો સ્વસ્થ રહે. વડાપ્રધાન હોય કે પ્રેસિડન્ટ હોય ગમે તે હોય, અસ્વસ્થ, નિરંતર ! પ્રશ્નકર્તા : એમાં દાદા, વાત એવી છે અસ્વસ્થમાં રહેવામાં કોઇ પ્રયત્ન નથી કરવો પડતો. સ્વસ્થમાં જઇએ છીએ, ક્ષણિક રહીએ છીએ અને ફરી પાછા અસ્વસ્થમાં આવી જઇએ. આ મુશ્કેલી છે. દાદાશ્રી : મુશ્કેલી શાની એમાં ? અસ્વસ્થતામાં શું ખોટું ? પ્રશ્નકર્તા : ના, અમારે સ્વસ્થમાં જવું છે, વધારે રહેવું છે. દાદાશ્રી : એ તો પછી તમારું જ્યારથી નક્કી, ત્યારથી સ્વસ્થ રહેવાય. આ મન-વચન-કાયાની અવસ્થાઓ તેમાં આપણે જેટલો મુકામ કરીએ તેટલા અસ્વસ્થ રહેવાય, નિરંતર અંતરદાહ બળ્યા જ કરતો હોય. અને સ્વમાં, તત્ત્વ સ્વરૂપમાં મુકામ કરીએ તો સ્વસ્થ રહેવાય. અવસ્થાઓનું તો નિરંતર સમસરણ થયા જ કરે છે, વહ્યા જ કરે છે. આવે, રહે અને જાય. તેમાં સુખ અને શાંતિ ક્યાં હોય ? આ અવસ્થાઓમાં આપણે તત્ત્વ સ્વરૂપે જ રહીએ છીએ. જ્યાં મુકામ ઠીક લાગે ત્યાં કરવો. અવસ્થા વગર કોઈ જીવ એક ક્ષણ પણ ના હોય. ભ્રાંતિથી અવસ્થાને જ પોતે જ છે એમ માની લે છે. અવસ્થા માત્ર ઉત્પન્ન થાય છે તે ગુનેગારીની છે. અવસ્થાઓથી બંધાયેલા લોકો વ્યવહાર સુખેય ના ભોગવી શકે. કલાક પહેલાં એ કોઈક અવસ્થામાં ચિત્ત એકાગ્ર થયું હોય તો તેમાં ચિત્ત રહે એટલે અવસ્થાથી બંધાયેલાને બોજો રહે અને ચા પીવાની અવસ્થા વખતે એ બોજા નીચે ચા પીવાય. આત્માના પર્યાયની બહાર લોકોને બહુ પડી હોય. એટલે મૂછમાં ફર્યા કરે. તેમ કેટલાક ડેવલપ થયાં હોય, તેથી તમને મૂર્છામાં ગમતું નથી અને બીજી બાજુ આત્મા જડતો નથી. તે દિવસે દિવસે પાતળો પર્યાય થતો જાય, સૂક્ષ્મ થતો જાય. ઝીણો પર્યાય થયા પછી તેનાથી સહન જ ન થાય. એક કલાકમાં તો કેટલાય વિચાર આવી જાય ! તે અદ્ધર લટક્યો. તેને કહ્યું કે ભઈ બા, જા પાછો મોહમાં પેસી જા ને જાડા પર્યાયમાં પડી રહે, જાડા પર્યાયવાળા નિરાંતે ઊંધે ને નાક બોલે. ઝીણા પર્યાયવાળાને તો ઊંઘ જ ના આવે. લોક અવસ્થામાં જ મુકામ કરે છે. એટલે ફોરેનને હોમ માની

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168