Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 147
________________ (૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દેશ્યો સાથે ! ૨૨૯ ૨૩) આપ્તવાણી-૧૪ (ભાગ-૧) બફાઈ જાય. એના કરતાં અજાણ રહ્યા એ સારું. આ તો આટલુંય સમજાયું છે. પેલાં વાક્યો (ચરણવિધિમાં જ્ઞાનવાક્યો) મૂક્યાં છેને બધાં, તે વાક્યોને આધારે સમજાયું છે. પૂછવું ખરું, જરા વિચાર માટે. પ્રશ્નકર્તા : અચેતન પર્યાય શું અસર કરે ? દાદાશ્રી : એ તો અસર તો બે જાતની કરે. જ્ઞાનીને અચેતન પર્યાય કશી અસર કરે નહીં અને અજ્ઞાનીને અસર કરે. પ્રશ્નકર્તા : અજ્ઞાનીને કર્મબંધન કરાવે ? દાદાશ્રી : હા, કર્મ બંધાવે, આ જગત જ એનાથી ચાલે છે ને ! અચેતન પર્યાયથી જ ચાલે છે. સમુદ્ર જેવી અગાધ વસ્તુ છે આ તો. તમને તો થોડામાં આપ્યું. ઉકેલ લાવવાનો છે જલદી. બાકી સમરંભ, સમારંભ ને આરંભ સમજાઈ જાય. એ સ્થૂળ ભાષા કહેવાય. આ તો સૂક્ષ્માતિસૂક્ષ્મ, બહુ સૂક્ષ્મ ! પ્રશ્નકર્તા : શબ્દમાં ના ઉતરે, એવું નથી. શબ્દોથી આ જાણવા પ્રયત્ન કરીએ છીએ. દાદાશ્રી : પર્યાય તો આ સંસારમાં વપરાય છે. શબ્દ એમ ના વાપરવો જોઇએ પણ આ તો લોક લઇ બેઠા છે. પર્યાય ફક્ત સત્ વસ્તુને, અવિનાશીને જ લાગુ પડે છે. બીજી કોઈ જગ્યાએ પર્યાય લાગુ ના પડે. છતાંય તમારા આ સાયન્સની ભાષામાં જે પર્યાય બોલે છેને ! શબ્દોથી બોલીએ એટલું જ, પહોંચવું બહુ મુશ્કેલ છે. આ સમજી રાખવું ખરું, પર્યાયમાં તો ઉતરવું જ નહીં. બહુ ઝીણી વસ્તુ છે. સમજી રાખ્યું હશે તો કો'ક દા'ડો એવું લાગે કે આપણે સમજ્યા છીએ. બાકી, દર્શનમાં આવે નહીં. પ્રશ્નકર્તા : આ તો હું એમ જ પૂછું છું, એનું બીજું કશું પ્રયોજન નહીં. દાદાશ્રી : ના, એટલે વાંધો નહીં. પણ દર્શનમાંયે આવે નહીં, હું કેટલુંક સમજાવવા જઉં તે. પ્રશ્નકર્તા : હા, એ વાત બરોબર છે, સાચી છે. દાદાશ્રી : પેલું આપણે જાડું કાંતીએને તો એને સ્પિનિંગ (કાંતવું) મીલ કહેવાય. પછી વીવીંગ(વણવું) જોઈ લેવાશે. પર્યાય બહુ ઊંચી વસ્તુ છે. સાધુ-સંન્યાસી, આચાર્યો, બધાને સમજાય નહીં. આ જગત પુદ્ગલના પર્યાયથી જ બધું મૂંઝાયું છે. દેખાય છે એ બધા પુદ્ગલના પર્યાય દેખાય છે. જાડું કાંતવું સારું. આપણે બહુ ઝીણું નહીં. આપણે આ પાંચ આજ્ઞાઓમાં રહ્યાને, બહુ થઈ ગયું. આ વીતરાગોનું વિજ્ઞાન પાર પમાય એવું નથી. બહુ ભારે વિજ્ઞાન છે ! પાર પામીને શું ઉતાવળ છે અત્યારે આપણે ! એક અવતાર-બે અવતાર થઈ જાય, પછી આગળ પાર જ પામવાનું છે ને જ્યારે ત્યારે ? જ્યારે ત્યારે કંઈ જાણ્યા વગર છુટકો જ નહીં થવાનો. અત્યારે ને અત્યારે સમજાય નહીંને ! શી રીતે પહોંચે ? પહોંચે ? પહોંચવું એ મુશ્કેલ વસ્તુ. અને આ સમારંભમાં તો તમને સમજાઈ જાય પણ આ પર્યાયમાં ના સમજાય. આ ચેતનના પર્યાય ચેતન જ હોય. અને ગમે તે, કોઈ અજ્ઞાની હોય, તેનાય ચેતનના પર્યાય ચેતન જ હોય અને અચેતનના પર્યાય અચેતન હોય. જુઓને, અમે તપાસ કરી છે ને ! ચેતનના પર્યાય સુધી પહોંચવું છે ને ! ઘણાયે બહારેય વાત કરે છે ને ! આપણે દ્રવ્ય, ગુણ, પર્યાયથી શુદ્ધ છીએ એવું બોલવું, બાકી, દ્રવ્યય ના સમજાય, ગુણેય ના સમજાય અને પર્યાય ના સમજાય. એ સમજાય તો કેવળજ્ઞાન સ્વરૂપમાં આવી ગયો !!!

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168