Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 148
________________ ૨૩૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) [3] અવસ્થાતા ઉદયાત ! પર્યાયતી પરિભાષા ! આત્મા સત્ છે, સત્ એટલે જ વસ્તુરૂપે પોતે, ગુણરૂપે હોય, એનાં પર્યાય હોય અને પોતે સ્વતંત્ર હોય. પ્રશ્નકર્તા : દાદા, એમાં એ શબ્દ વાપર્યા, નિરંતર પરિવર્તન એટલે અંત વગરનું? દાદાશ્રી : અટકે નહીં, નિરંતર. સમસરણ એટલે નિરંતર પરિવર્તન, એક ક્ષણ પણ અટકે નહીં. તે ઉત્પાદ, વ્યય, ધ્રુવ... એક અવસ્થા ઉત્પન્ન થાય, એકનું વિનાશ થવું એ બીજી અવસ્થાનું ઉત્પન્ન થવું. એ અવસ્થાઓ ઉત્પન્ન થયા કરે. હવે આત્માની અવસ્થાઓ બધી વિનાશી, એને પર્યાય કહેવામાં આવે છે. પર્યાય એટલે શું ? આ છે તે સૂર્ય હોયને, એની મહીં પ્રકાશ રહેલો છે. પ્રકાશ એનો સ્વભાવ છે. હવે એ પ્રકાશ, તે આ અહીં શું બધું દેખાય છે ? કિરણો એ પર્યાયો છે. પર્યાય નિરંતર બદલાયા જ કરે અને પ્રકાશ તેનો તે જ રહે. આત્માના પર્યાયો પોતાના પ્રદેશમાં રહીને બદલાયા કરે, પણ પર્યાયને કોઈ ચીજ અડે નહીં. અત્યારે (સ્વભાવિક) આત્મા એ મહીં ટંકોત્કીર્ણ છે, એવો ને એવો છે, સ્વચ્છ જ છે. કર્મરાજ ચોટે ભ્રાંતિરસથી ! પુદ્ગલની અવસ્થા છે, આત્માની અવસ્થા છે. બન્નેવ અવસ્થાઓને ભેગી કરીને પછી “પોતે’ માથાકૂટ કરે છે. આ જગતની અવસ્થાઓ ન હોય તો તત્ત્વો જ ન હોત. આત્માનું સ્વતંત્ર ચેતન તત્ત્વ, તેમ પુદ્ગલનું રૂપી તત્ત્વ, આ બે ભેળા થઈને સંસાર ઊભો થયો અને દુકાન મંડાઈ. અવસ્થાઓ હોય તો જ તત્ત્વ કહેવાય, નહીં તો અતત્ત્વ કહેવાય. વસ્તુ નાશવંત હોય જ નહીં. પણ જે દેખાય છે તે બધી જ અવસ્તુ છે. તે મિથ્યા નથી, રિલેટીવ સ્વરૂપો છે. પ્રશ્નકર્તા : પણ આ જે કર્મની વર્ગણા ચોંટે છે એ પર્યાય ઉપર ? દાદાશ્રી : ના, કશુંય ચોંટે નહીં. કર્મ છે એને તો પુદ્ગલ કહેવાય. ચોંટે એને ડખલ કરી કહેવાય. પ્રશ્નકર્તા : આ કર્મની વર્ગણા ચોંટે છે, એને લીધે જ સંસારનું ભ્રમણ છે ને ? દાદાશ્રી : હા, પણ તે આત્માને ચોંટતી નથી. પર્યાયને નથી ચોંટતી, ગુણને, કશાને ચોંટતી નથી. પ્રશ્નકર્તા : આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત છે. હવે આત્મા ઉપર જે કર્મજ ચોંટે છે, એની પ્રક્રિયા કેવી રીતે છે ? દાદાશ્રી : એ ચોંટતું નથી એને. પ્રશ્નકર્તા : એ દ્રવ્યને નથી ચોંટતું પણ પર્યાયને તો ચોંટે છે ને ? દાદાશ્રી : ના, પર્યાયનેય નથી ચોંટતું. આ બધી માન્યતા જ બધી ઊંધી. એ જો પર્યાયને ચોંટેને તો ઉખડે જ નહીં પછી. પ્રશ્નકર્તા : તો પછી કર્મનો બંધ કેમનો પડે છે ? દાદાશ્રી : એ જ સમજવાનું, એનું નામ જ આત્મજ્ઞાનને ! આમ આ તો બધું બુદ્ધિથી ગોઠવ ગોઠવ કરે, પર્યાયને ચોંટી ગયું ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168