________________
૧૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૧) વિશેષ પરિણામનો અંત આવે, ત્યારે....
૧૪૧
ઓરિજિનલ સ્વતંત્ર ગુણો ખોઈ નાખે ?
દાદાશ્રી : ના, સ્વતંત્ર ગુણો એમ ને એમ જ રહે, વિશેષ ગુણો ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : ધારો કે આ દૂધ છે, દૂધનું દહીં થયું. વિશેષભાવથી જ થયુંને ?
દાદાશ્રી: વિશેષભાવથી.
પ્રશ્નકર્તા : તો પછી, એનો દૂધનો ગુણ તો થયોને, સ્વતંત્ર ગુણ? દૂધનો સ્વતંત્ર ગુણ...
દાદાશ્રી : દૂધ એ વસ્તુ નથી. આ તો સ્થૂળમાં સમજાવવા દાખલો છે, એઝેક્ટ નથી વસ્તુ. વસ્તુ એના સ્વભાવ સહિત અવિનાશી હોય. દૂધ એ વસ્તુ ના કહેવાયને ? આ જગતમાં આંખે દેખાતી કોઈ પણ વસ્તુ, વસ્તુ ના કહેવાય. સાંભળેલી કોઈ વસ્તુ, વસ્તુ ના કહેવાય. વસ્તુ (શાશ્વત) હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : દૂધ એ વિશેષભાવ છે ?
દાદાશ્રી : દૂધ તો વસ્તુ જ ના કહેવાયને ! છ તત્ત્વો અવિનાશી હોય અને એને વસ્તુ કહેવાય. અને આ દૂધ તો અવસ્થાઓ છે બધી. એટલે આ છ તત્ત્વો, એ બે તત્ત્વો ભેગા થાય કે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય.
વિપરિણામને જાણે તે સ્વ પરિણામ ! પ્રશ્નકર્તા: ‘આ વિશેષ પરિણામ છે, એ જે પોતે જાણ્યું તે જ સ્વ પરિણામ છે. વિશેષ પરિણામમાં સારું-ખોટું હોય નહીં. વિશેષ પરિણામ બંધ થઈ ગયાં તે સ્વભાવ પરિણામને જ મોક્ષ કહેવાય છે.” એટલે એમાં કેવી રીતે, એ બધું સમજાવોને.
દાદાશ્રી : સ્વપરિણામ જાણે કે આ વિશેષ પરિણામ છે. તે આ ઈમોશનલપણું થાય છે. આ આમ ખરાબ દેખાય છે, ફલાણું દેખાય
છે, આ નાલાયક છે, આમ છે, તેમ છે, આ બધું જે બોલે છે એ બધુંય માત્ર વિશેષ પરિણામ છે. આ બધું વિશેષ પરિણામ છે, એવું જે જાણે તે જ પરિણામ છે.
પુદ્ગલ આખુંય ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. ને તમે પોતે તમારા સ્વતાબામાં છો. પુદ્ગલના ગુણ અને પુદ્ગલની અવસ્થાને તમારી પોતાની માનો છો તે જ વિભાવ છે. પણ પુદ્ગલની અવસ્થાને ને પુદ્ગલના ગુણને તમારા ના માનો તો તે સ્વભાવ છે.
સારું ખોટું જે દેખાય છે, તે પુદ્ગલની વિભાવિક અવસ્થા છે. તેમાં આ સારું ને આ ખોટું તેમ ભાગ ના પાડશો. સારાને ખોટાંને જુદા ના પાડશો. સારુંય વિભાવિક છે ને ખોટું પણ વિભાવિક છે. પછી ?
પ્રશ્નકર્તા : ‘વિશેષ પરિણામમાં સારું-ખોટું હોય નહીં.”
દાદાશ્રી : વિશેષ પરિણામમાં આ સારું આ ખોટું એવું હોય નહીં. લોકો વિશેષ પરિણામમાં સારું-ખોટું માને છે. કારણ કે એમને હજુ છે તે સંસ્કાર પેલા છે, સામાજિક સંસ્કારો છે. ગાયો-ભેંસોને સારુંખોટું કશું હોય છે ? કંઈ કોર્ટમાં ગયા ? દાવો-બાવો માંડે છે કોઈ ? સારું-ખોટું બોલવાથી સંસાર ઊભો થયો છે. એ તો પરિણામ જ છે. એમાં સારું-ખોટું શું છે ? એવું છે, કઠું ગરમ મૂકે ને ત્યારે, ‘ગરમ છે” બોલે આ લોકો અને ટાઢી મૂકે ત્યારે કહે, ‘આખું ટાઢું ને ટાઢું મૂકે છે. ગરમ ને ટાટું કંઈ ત્યાં આગળ વાંધો નથી, પણ આમ પક્ષકાર થઈ ગયો છે.
પ્રશ્નકર્તા : ગરમનો પક્ષકાર એટલે ટાટું ફાવે નહીં એને.
દાદાશ્રી : પણ ગરમ અને વધારે પડે છે. તે મૂઆ ગરમ તો હોય જ ને ! ફૂંકીને પી. એ ચા એમ કહે છે કે તું પી જા એકદમ હડહડાટ ? એક જણ તો ગાડી ઉપડવાની થઈ પછી શું કરે ? પેલો કહે છે, “એય કપ લાવો, કપ લાવો.' ત્યારે એના મનમાં એમ કે ઢોળી દઈએ તો પૈસા નકામા જાયને ! તે લાવને મહીં રેડી દઉં કહે છે.