Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ઉદાહરણસચિ, પૃ. ૨૬). પરંતુ એ જ શબ્દો આગમગ્રંથોમાં અન્યત્ર અનેક સ્થળે પણ મળે છે. અહીં એ હકીકત નોંધીએ કે સત્ર ૨૬૪ નીચે આપેલ ઉદાહરણ માવં તિર્થ વવ એ પણ “કલ્પસૂત્ર'માં મળતું હોવાનો વાસેનવિજ્યજીએ નિર્દેશ કર્યો છે. આ ઉક્ત બંને ઉદાહરણે “શૌરસેની'નાં ઉદાહરણ તરીકે આપેલાં છે, તેથી એવો પ્રશ્ન થાય કે આગમની ભાષા તે અર્ધમાગધી છે, તે તેમાંથી શૌરસેનનાં ઉદાહરણ કેમ આપ્યાં છે ? પણ સત્ર ૩૦૨ વડે સ્પષ્ટીકરણ કરેલું છે : વિશેષ પરિવર્તને બાદ કરતાં માગધીમાં શૌરસેની અનુસાર (તથા રત્ર ૨૮૬ અનુસાર, પ્રાકૃત પ્રમાણે પણ ફેરફાર થાય છે—સૂત્ર ૨૮૭ ઉપરની વૃત્તિમાંથી પણ આ બાબતનું સ્પષ્ટીકરણ મળી રહે છે. - હવે આ સંબંધમાં સત્ર ૩૦૨ નીચે આપેલું એક ઉદાહરણ ખાસ નોંધપાત્ર છે. આપણે ઉપર સત્ર ૨૬૫નું જે ઉદાહરણ નોંધ્યું છે, તે જ ઉદાહરણ અહી રામ મયર્વ મહાસે એવા રૂપે આપેલું છે. આ ઉદાહરણ પણ કેદ આગમગ્રંથમાંથી જ લેવાયાનું આપણે માની શકીએ. અને તે જે સમસ્યા ઉપસ્થિત થાય છે તે એ છે કે હેમચંદ્રાચાર્યની સમક્ષ આગમગ્રંથની જે હસ્તપ્રતિ હતી તેની ભાષાનું સ્વરૂપ કેવું હતું ? હેમચંદ્રાચાર્ય અનુસાર (સત્ર ૨૮૭ ઉપરની વૃત્તિ) આગમોની અર્ધમાગધીમાં ‘નામાન્ત બકોરને કાર થાય એવા લક્ષણ સિવાય, કવચિત માગધીનાં અન્ય લક્ષણો, શૌરસેનનાં લક્ષણે અને પ્રાકૃતનાં લક્ષણ પણ મળે છે. એ રીતે હેમચંદ્રાચાર્યનું લક્ષણનિરૂપણ તે. સુસંગત જ છે. પણ આપણી પાસે આમાંથી એ હકીકત આવે છે કે કોઈ આગમગ્રંથની હેમચંદ્રાચાર્યને ઉપલબ્ધ હસ્તમતમાં સરળ માર્જ મદાર્વર, તે કઈક હસ્તપ્રતમાં રામ મયર્વ મહાસે એ પાઠ હતા આના પરથી એક અટકળ એવી થઈ શકે કે “કલ્પસત્ર જેવા વધુ પ્રચલિત અને પ્રચારમાં વધુ રહેતા ગ્રંથની મૂળ ભાષા પર ઉત્તરકાલીન પરિવર્તનોને (મહારાષ્ટ્ર, પ્રાકૃત માટે જે લાક્ષણિક છે તેવા ફેરફારોનો) પ્રભાવ પડ્યો હોય પરંતુ આચારાંગ” જેવા ગ્રંથોની તત્કાલીન હસ્તપ્રતમાં મૂળ ભાષાનાં લક્ષણો કેટલેક અંશે જળવાઈ રહેલાં છે. ઇંકળ મચવું મહાવીસે એ ઉદાહરણ માગંધી તવે. જેમાં જળવાયાં છે એવી, “આચારગ” જેવા સત્રની હસ્તપ્રતમના પાઠને આધારે હેમચંદ્રાચાર્યે આપ્યું છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50