________________
આથી શ્રીહેમચન્દ્રાચાર્ય સામે આવશ્યક ચૂર્ણિને આ સંદર્ભ હોય અને તેમાંથી તેમણે ૮–૧–૧૦૨ એ સૂત્રમાં આ કનો એકાંશ ઉદાહરણ લેખે મૂક્યો હોય તે સિદ્ધ થાય છે. સાથે જ, નામહં ત્રિદવસે નિત-ની તેમની રચનાનીતિ પરત્વે આદર પણ વધી જાય છે.
શીલાયન્દ્રવિજય)
૩. સિંહપદ છંદનું ઉદાહરણ હેમચંદ્રાચાર્યો દાનુશાસનમાં જે છંદોનું નિરૂપણ કર્યું છે તેમાં આપેલાં છેદોના ઉદાહરણ તેમણે પિતે રચેલાં છે. એ ઉદાહરણોમાં તે તે છંદનું નામ પણ ગૂંથી લીધેલું છે. અપભ્રંશ વિભાગમાં આપેલું સિંહપદ નામના છંદનું ઉદાહરણ (એ દ્વીપદી છંદમાં પ્રત્યેક ચરણમાં ૪+૪+૪+૪, ૪+૪, ૪+૪+૪+૨ = ૩૮ માત્રા હોય છે) નીચે પ્રમાણે છે : જાવય-રસ-રંજિય-વર-કમિણિ-પથ-પડિબિંબિહિ લંછિ થઈ જિ કિર આસિ સઈ | સંપઈ હય–ગય-હિરાણસીહ-પથ-પંકિઅ તુહ રિઉ -ઘરઈ તિ પછિયહિ
(૭, ૫૧.૧) “તારા શત્રુઓના જે પ્રાસાદે સદાયે અળતાથી રંગેલાં સુંદરીઓનાં ચરણનાં પગલાંથી અલંકૃત હોવાનું લેકવિદિત હતું, તે પ્રાસાદો હવે સિંહનાં, હાથીઓને હણતાં લેહીથી લાલ થયેલાં પગલાંના ડાઘથી મલિન બનેલાં દેખાય છે.'
આમાં “રઘુવંશ'ના સેળમા સગમાં આપેલા અયોધ્યાની પડતીના વર્ણનમાં આવતા એક ચિત્રને જ આધાર લીધે હોવાનું જણાય છે. તે પદ્ય નીચે પ્રમાણે છે :
સોપાનમાર્ગે" ચ યેષુ રામા, નિક્ષિપ્તવત્યશ્રરણાન સરાગાન | સોહત-વંકુશિરસ્ત્ર-દિગ્ધ, વ્યાધ્ર પદે તેવું નિધીતે મે ||
(૧૬, ૧૫) વૈભવી આવાસોની) જે સપાનપતિ પર પહેલાં રમણીઓના અળતા ભીનાં ચરણોની રંગીન પગલીએ પડતી હતી, ત્યાં હવે હરણને મારીને આવેલા વાઘને રક્તરંગ્યા પંજા પડી રહ્યા છે.
બંને વચ્ચેનું સામ્ય ઉઘાડે છે. “સિંહપદ” (સિંહપય) નામ ગૂંથાય તે રીતનું ઉદાહરણ પદ્ય રચાવા માટે હેમચંદ્રાચાર્યને “રઘુવંશ'ના ઉપયુક્ત પદ્યનું અવલંબન લેવા માટે સંસ્મરણ થયું. તેને તેમના “રઘુવંશના અનુશીલનનું, કાવ્યરસના ભાવકત્વનું અને તીક્ષ્ણ સ્મૃતિનું સૂચક ગણી શકીએ.
હ, ભાયાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org