________________
કે. આર. ચદ્ધ પરંપરાગત પ્રાકૃત વ્યાકરણ કી સમીક્ષા ઔર
અર્ધમાગધી પ્રાકૃત ભાષા વિષે વ્યાકરણોમાં ધ્વનિપરિવર્તન અને પ્રત્યે વિષે આવેલ નિયમોની પ્રાચીન શિલાલેખે અને પ્રાચીન પ્રાત સાહિત્યમાં મળતા પ્રયોગો સાથે સરખામણું અને તેમાંથી પ્રાચીન લક્ષણેની શોધ. અર્ધમાગધી જેવી પ્રાચીન પ્રાકૃત ભાષા માટે કયા કયા પ્રત્યય ઉપયુક્ત ગણાય તેની ચર્ચા. અર્ધમાગધીના પ્રાચીન ગ્રંથોમાં મળતા બન્ને પ્રકારનાં પ્રાચીન અને ઉત્તરવતી રૂપોની તાલિકા પણ આપવામાં આવી છે. પુસ્તક છપાઈ રહ્યું છે.
કે. આર. ચન્દ્ર Study of Variants and Re-editing
of Older Ardhamāgadhi Texts અર્ધમાગધી ભાષાના પ્રાચીનતમ ગ્રંથ “આચારાંગ’માંથી ઉદાહરણ રૂપે થોડાક શબ્દ(દસ શબ્દ)નાં પાઠાન્તરેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તાડપત્રીય અને કાગળની પ્રાચીન પ્રતોમાં શબ્દોના ઉત્તરવતી રૂપની સાથે સાથે પ્રાચીન રૂપ પણ મળતાં હેવા છતાં ઉપલબ્ધ સંસ્કરણમાં અનેક જગ્યાએ ઉત્તરવતી રૂપે સ્વીકારવામાં આવ્યા છે. હસ્તપ્રતોમાં પાઠોની એકરૂપતા નથી. ક્યારેક પ્રાચીન તે ક્યારેક ઉત્તરવતી (એક જ શબ્દના) રૂપો મળે છે, ભલેને પછી તે હસ્તપ્રત પ્રાચીન હોય કે પરવતી હોય. વળી અન્ય પ્રાચીન આગમગ્રંથોમાંથી ઉદાહરણરૂપે કેટલાક શબ્દ અને તેમનાં પાઠાન્તરે પણ આપવામાં આવ્યાં છે. આવા અધ્યયન ઉપરથી જાણી શકાશે કે કાળક્રમે અને ક્ષેત્રાન્તરના કારણે પ્રાચીન શબ્દ-રનું સ્થાન ઉતરવતી રૂપોએ લઈ લીધું અને તેથી જ પ્રાચીન ભાષાની સ્થાપના માટે પ્રાચીન આગમગ્રંથનું પુનઃ સમ્પાદન અનિવાર્ય બની જાય છે. આ પુસ્તક છપાઈ રહ્યું છે. કે. આર. ચન્દ્ર
ઈસિભાણિયા (ષિભાષિતાનિ) શબ્રિગ–સંપાદિત આવૃત્તિને આધારે આગમગ્રંથની અકારાદિ બધા જ શબ્દરૂપની સૂચિ તૈયાર કરવામાં આવી છે. કે. આર. ચન્દ્ર
મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત થતી આગમગ્રંથમાળામાં પ્રકાશિત “આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનું ભાષિક દૃષ્ટિએ પુન: સંપાદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org