________________
૩
નહીં પણ સંશોધિત શબ્દકેશ આપવાની નેમ હોવાથી ગ્રંથપસંદગીમાં આ મર્યાદા સ્વીકારી છે. આમ કરતાં પણ ૭૦ ગ્રંથના શબ્દકોશ લેવાના થાય છે, જેમાં અર્ધા જેટલા જૈન સાહિત્યના ગ્રંથ છે.
અથ શંકાસ્પદ લાગે ત્યાં મૂળ સ્થાન સુધી જતાં ઘણે સ્થાને શુદ્ધિકૃદ્ધિ કરવાની થઈ છે. એક જ શબ્દના જુદા જુદા ગ્રંથોમાં પ્રાપ્ત થયેલા જુદા જુદા અર્થોએ પણ આવી ચકાસણીની ભૂમિકા ઊભી કરી છે. અર્થોનાં શુદ્ધિ-સંમાર્જનમાં સંપાદિત ગ્રંથે પોતે મદદરૂપ થયા છે તે ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, દેશ્ય, ફરસી, ઉર્દૂ, હિંદી, રાજસ્થાની, ગુજરાતી વગેરે કોશો તથા “વર્ણકસમુચ્ચય” જેવા ગ્રંથને ખૂબ ઉપયોગ કરવાને થયું છે. સંપાદકની પિતાની મધ્યકાલીન ગુજરાતી ભાષાની જાણકારી તે કામમાં આવે જ. આ રીતે થયેલી અર્થની શુદ્ધિનું પ્રમાણ ખાસ્સે નેંધપાત્ર છે.
દરેક શબ્દ પરત્વે મૂળ ગ્રંથ કે ગ્રંથને નિર્દેશ કર્યો છે અને એ ગ્રંથના સંપાદકે આપેલે અર્થ નોંધ્યો છે, જ્યાં એ અર્થ ખોટ જ જણાય છે ત્યાં છોડ્યો છે અને શંકાસ્પદ જણાય ત્યાં એમ બતાવ્યું છે. કેશના સંપાદકને અર્થો આપવાના થયા છે તે જુદી નિશાનીથી દર્શાવ્યા છે.
પ્રકાશિત ગ્રંથના કેશોમાં ઘણી વાર અત્યારે પ્રચલિત શબ્દો નેંધાયા છે, ને બહુ સામાન્ય ઉચ્ચારભેદથી પણ અત્યારના શબ્દો નોંધાયા છે. આવા શબ્દો આ સંકલિત કેશમાં લીધા નથી. શબ્દો લેવા ન લેવા અંગેના કેટલાક વિવેક કરવાના થયા છે. આમ કરતાં પણ કેશમાં અંદાજે પંદરેક હજાર શબ્દોને સંગ્રહ થવાની ધારણું છે.
કેશનું સંપાદનકાર્ય પૂરું થયું છે અને લેસર ટાઈપ–સેટિંગમાં એનું કઝ પણ “એ” વર્ણ સુધી પહોંચી ગયું છે. આ શબ્દકેશ ગુજરાત બહાર પણ ઉપયોગમાં લેવાને થશે એ ખ્યાલથી એની લિપિ નાગરી રાખી છે. બે કલમવાળાં ડિમાઈ કદનાં છસોથી આઠ પાનાં થવાની ગણતરી છે અને આ વર્ષની આખર સુધીમાં અને પ્રકાશિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org