________________
પૂર્વે જૈનમુનિ રત્નસુંદરસૂરિ કૃત “સૂડાબહોંતરી” અથવા “રસમંજરી' (ઈ. સ. ૧૫૮રમાં પ્રાચીન ગુજરાતીમાં મળે છે. જે હજી અપ્રકાશિત છે. (જેની જુદા જુદા સમયની સાતેક હસ્તપ્રતો પરથી આ લેખક દ્વારા સંપાદન કરવાનું કાર્ય ચાલે છે.)
રત્નસુંદરસૂરિ’ સામાન્યતઃ “શુકસપ્તતિ” કથાને અનુસરે છે. કેટલીક કથાએમાં તો સંસ્કૃત કથાને શબ્દશ: અનુવાદ કે પુનકથન છે. તે કેટલીમાં નજીવા ફેરફાર કે ગુજરાતીકરણ થયેલું જોવા મળે છે. કેટલીક વાર વર્ણને પણ બીબાંઢાળ ઊતરી આવ્યાં છે. પ્રસંગોનું નિરૂપણ સંક્ષેપમાં કરવામાં આવ્યું છે જેથી કેટલીકવાર કથાસંદર્ભ પકડેવો પણ મુશ્કેલ થઈ જાય છે. શામળની સૂડાબહોંતરી સાથે તુલના કરતાં જણાઈ આવે છે કે તે “શુકસપ્તતિ’નું શામળ પૂર્વે એક જૈન સાધુના હસ્તે થયેલ આ પ્રાચીન ગુજરાતી સંસ્કરણ છે. શામળમાં જોવા મળતી કેટલીક કથાના શબ્દશ: મૂળ સ્ત્રોતરૂપે કથાઓ રત્નસુંદરસૂરિમાં જોવા મળે છે. પણ શામળે તે કેટલીક કથાઓ અન્ય કથાસંગ્રહમાંથી કે તત્કાલીન કથા પરંપરામાંથી લાવીને પોતાની ‘ડાબહોંતરીમાં મૂકી છે, તેમ છતાં શામળ પૂર્વે સંસ્કૃત ‘શુકસપ્તતિના એક જૈન સાધુના હસ્તે સ્ત્રીચરિત્રવિષયક પ્રાચીન ગુજરાતીમાં થયેલ સંસ્કરણ લેખે એનું મહત્ત્વ છે.
કનુભાઈ શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org