Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 55
________________ 5 ' ' , * [ઉજજૈની નગરી છે. પ્રજાપાલ રાજા છે. એ રાજાને બે દીકરીઓ છે એકનું નામ સુરસુંદરી. બીજીનું નામ મયણાસુંદરી. રાજાએ બંને કુંવરીઓને સારા શિક્ષકે પાસે ભણાવી. એક વાર ભણતરની પરીક્ષા કરતાં રાજાએ પ્રશ્ન કર્યોઃ રે બેટીઓ ! જગજિવાડણહાર કેણુ? સુરસુંદરી કહેઃ “એક રાજા ને બીજે મેઘ.” સુંદરી કહે સાચું પિતા રે, એહમાં કિ સંદેહ; જગ જિવાડણ દેય છે, એક મહીપતિ દુજે મેહ! પિતાને ગર્વ થશે. મયણાસુંદરી પિતાને ગર્વ ગાળવા બેલીઃ પિતાજી! મ કરે જૂઠ ગુમાન ! એ ઋદ્ધિ અથિર નિદાન ! સુખ-દુ:ખ સહુએ અનુભવે રે, કેવલ કર્મ પસાય, અધિકું ઓછું ન તેહમાં રે, કીધું કેણે ન જાય. રાજાને ખૂબ ગુસ્સો ચઢ.સુરસુંદરીને સારા ઠેકાણે પરણાવી અને મયણને એક કેઢિયા સાથે પરણાવી દીધી. જા રે છોકરી, તારાં કર્મને રે ! કર્મની ગતિ ગહન છે. મયણને ભગવાન સિદ્ધચક્રના પ્રતાપે કેઢિયે પતિ નીરોગી થયે, ને બુદ્ધિબળ ને બાહુબળથી રાજા શ્રીપાલ તરીકે પંકાયે. સુરસુંદરીના પતિનું રાજ ગયું. બન્ને દેશ. પરદેશ રખડવા લાગ્યાં, નટ-નટીને બંધ કરીને પેટ ભરવા લાગ્યાં. એક દહાડો મયણાસુંદરીના આંગણામાં બંને નાચવા આવ્યાં. નટે તો નાટારંભ કર્યો, પણ નટી ઊભી થાય નહિ, ચોધાર આંસુડે રૂ. બહેને બહેનને ઓળખી; બાથમાં ઘાલીને આશ્વાસન આપ્યું, કહ્યું : “સુખ કે દુઃખ કર્મનાં પરિણામ છે. ઉદયે દુઃખી ન થઈએ. અનાદિ કાળથી ચેતન રાય-ક થતો રહ્યો છે, ને એ કંઈ હમેશ માટે રાય કે રંક રહેતા નથી. કર્મ પ્રમાણે ગાડાના પૈડાની જેમ ગતિ ર્યા કરે છે.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104