Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 88
________________ દેવેની નગરી જેવી કંચનપુર નગરી. નરોમાં શ્રેષ્ઠ એ નરસુંદર રાજા. નગરના પ્રાંત ભાગે આંબાવાડિયું. એ આમ્રકુંજમાં ભગવાન અરનાથ સ્વામીનું મંદિર. ઉત્સવના દિવસે ચાલે રાજા તથા પ્રજા પૂજા કરવા આવ્યાં હતાં. રાય-રંક દર્શન કરવા આવ્યાં હતાં. રાજાએ સુંદર આમ્રફળને એક કરંડિયે પ્રભુ આગળ ભેટ ધર્યો. આ વખતે દુર્ગા નામની ગરીબ સ્ત્રી એને પણ સુંદર ફળ ધરીને ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થઈ. રે! ફળ ધરું પ્રભુ આગળ, તે જીવન સફળ કરું ! પણ ફળ લાવવું કયાંથી? | દુર્ગતા વિમાસી રહી છે, ત્યાં ઉપરથી એક આમ્રફળ એના ખોળામાં આવી પડયું–રસથી કસદાર ને સુગંધથી મઘમઘતું ! ભૂખ્યાને અમૃતનું ભેજન મળ્યું ! બાઈએ ઊંચે જોયું. ત્યાં આમ્રઘટામાં શુકપક્ષીનું એક જેવું બેઠેલું. નીલકમલના વર્ણનું. શુકપક્ષીએ એ ફળ નાંખેલું. સ્ત્રીએ તે ફળ લઈને પ્રભુ આગળ મૂક્યું, ને મનમાં બોલીઃ આપ્યું હોય તો મળે, આંચક્યું હોય તો ટળે !” શુકપંખી ચતુર સુજાન હોય છે. શુકે બાઈને આમ્રફળ પોતે ખાવાને બદલે પ્રભુ પાસે આમ્રફળ મૂકતી જોઈ. ખરેખર, જે અર્પણ કરે છે, એ મહાપવિત્ર યજ્ઞ કરે છે. સૂડી ઊડીને અન્ય સારાં પાકાં ફળને ચાંચ મારવા જતી હતી, ત્યાં શુકે કહ્યું, રે મનેહરે! નજર સામેની વાત જોતી નથી ? આ ભૂખી બાઈને આપણે ફળ ખાવા આપ્યું ! એના પેટમાં ભૂખ ભડકા નાખે થઈ રિબડ થાય છે. એ હર 6. છોકalod ધોતિયા કે પટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104