Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 83
________________ સ્વયંવર રચાશે. રાજકન્યા મનથી આ યુવાન હલધર કણબીને વરી ચૂકી હતી. ભરી સભામાં એણે હલધરના કંઠમાં વરમાળા આપી. રવયંવરમાં આવેલા રાજાઓ કાપ પામ્યા. રે, રાજકન્યા શું એક કણબીને વરે! પણ હલધરે હલદ્વારા એવું પરાક્રમ બતાવ્યું કે રાજાએના દાંત ખાટા થઈ ગયા. બધા રાજા વિચારી રહ્યા કે અપુત્ર રાજાની પુત્રી સાથે રાજગાદી પણ આ યુવાન લઈ જશે. પણ શું થાય? આખરે તમામ રાજાઓ પરાજય પામીને રવાના થઈ ગયા. હલધર કણબી રાજકન્યાને પરણ્ય ને કાળક્રમે રાજા થયે, પણ દેવ-અતિથિને નિવેદ ધર્યા પહેલાં ન જમવાની પ્રતિજ્ઞા કદી ન વિસર્યો, અને એ રીતે એણે સત્વથી ને સંક૯૫થી નગર પણ વસાવ્યું. પિતા હૈ જાયતે પુત્ર ! હાલિક રાજાને પુત્ર પણ એની પેરે દેવ–અતિથિના સન્માનની પરંપરા જાળવતો રહ્યા. જે રાજા તેવી પ્રજા. પ્રજા પણ રાજાને અનુસરી રહી.] સગવિહ શુદ્ધિ સાતમી પૂજા, સગગઈસગ ભયહારા; જિ. શ્રી‘શુભવીરવિજયપ્રભુ પ્યારા,જિનઆગમજયકારા.૮ [ સાત પ્રકારની શુદ્ધિ સાચવીને (ભૂમિ, ઉપકરણ, વસ્ત્ર, મન, વચન, કાય અને દ્રવ્યની શુદ્ધિ) આ સાતમી પૂજા કરીએ છીએ. એ સાત ગતિ અને સાત ભયને દૂર કરનારી છે. કવિ કહે છે કે વીર ભગવાન અને વીરવાણુરૂપ આગમ બંને જયવંતાં વહેં! ] ، لا يعانونیريعات بابا نے الانوار ي لا يا شهيدي، فرح ، ما به منفی میلاد به هتلاقون، ક*- - - ૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104