Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 12
________________ આંતર વંભવ બેમાંથી એક પૂતળાની ખૂબ નજીક આવ્યો. શિલ્પીએ કહ્યું “અડશો નહિ, માટીનું છે.” “આને ત્રીસ હજાર રૂપિયા ?” શિલ્પીને હસવું આવ્યું. “માટીને માપનારા માણસે સાધનાને સત્કાર કેમ કરી શકે ?” શિલ્પીએ કહ્યું : “તમે જે પૈસા આપે છે એ માટીના કે બ્રોન્ઝના નહિ, પણ સાધનાના છે. માટીમાં માનવીને મૂળ આબેહૂબ આકાર આણવાની સાધનાને આ સત્કાર છે? સાધના અમૂલી છે. તમે ગઈ કાલે લૅટ લઈને ચૂંટાયા છે, તમને માટીનાં મૂલ્ય કરતાં આવડે, સાધનાને સત્કાર તમે શું સમજે ?” બીજા સભ્ય ક્ષમા માગીઃ “આ તે અમસ્તી વાત છે, ગેરસમજૂતી ભી ન થાય.” શિ૯પીએ કહ્યું ઃ ગેરસમજૂતીની વાત નથી, પણ માણસ પોતે શું લઈને આવ્યો છે એ બતાવી આપે છે. તમે કૃતિ જોવા નહિ, પ્રકૃતિ બતાવવા આવ્યા.” માણસ બહુ ધૂળ દૃષ્ટિથી જુએ છે. માણસનાં કપડાં, દાગીના, હેદો, ડિગ્રી દેખાય; પણ એમાં કઈ મહત્તા ભરેલી છે અને માણસ એ મહત્તાને સ્વામી છે એના સામે જોનારા દુનિયામાં બહુ થોડા છે. - વિકાસ કરતો કરતો માણસ કે મહામાનવ બની શકે છે એ વિચારવાનું છે. આ વિચાર અંદર ઉતરતો જાય, આપણી મને સૃષ્ટિમાં એનું દર્શન થતું જાય તો આજનું જે જીવન જીવાય છે એના કરતા શ્રેષ્ઠ જીવન જીવવાની મનમાં અભીપ્સા જાગે. જે દિવસથી આ અભીસા જાગે, ભૂખ જાગે તે દિવસથી જાણવું કે જીવન નવું પરિવર્તન લઈ રહ્યું છે. * * માળી બીજને માટીમાં વાવે, ખાતર નાખે, પહેલવહેલે ફણગો ફૂટે ત્યારે માળી સમજી જાય કે હવે આમાંથી વૃક્ષ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 130