Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 24
________________ • આંતરવૈભવ ૧૯ જાગવાં જોઈએ. સદ્દગુણની પૂજા સાથે સદ્દગુણમાં રહેલી શકિત પ્રત્યે આદર જાગ જોઈએ. આજે સદ્દગુણની પૂજા ઘણા કરે છે, પણ મનથી માનતા હોય છે કે સદ્દગુણમાં સામર્થ્ય નથી. એટલે જ માન છે પણ આચરણ નથી. જેવી રીતે મૂર્તિની આરતી ઉતારે પણ એના જેવા બનવા પ્રયત્ન ન કરે, એવું જ સદ્દગુણ માટે બને છે. પૂજા સાથે સદગુણ માં રહેલા સામર્થ્ય માટે હૃદયમાં અભિરુચિ અને શ્રધ્ધા જાગવી જોઇએ. શ્રધ્ધા શકિતમાં અને સન્માન વસ્તુને - ખરાબમાં ખરાબ લેકે પણ એમ તો કહેતા હોય છે જ કે આ તે સંત છે, સદ્ગુણી છે પણ મનથી માનતા હોય છે કે સગુણ એટલે સામર્થ્ય વગરને. એમાં શું છે ? વિચારોમાં દ્વિધા છે, માન સદ્દગુણનું અને આચરણ દુર્ગુણનું. અલબત્ત, કેટલીકવાર એવું બને છે, કઈક ક્ષણમાં સગુણ નિર્બળ દેખાય, દુર્ગુણની સામે હારતો અને ઘવાતે પણ દેખાય પણ તમે તાત્કાલિક તરફ નહિ, ટંકાલિક તરફ જુઓ. કેટલીક વસ્તુઓ તાત્કાલિક જીતી જાય છે પણ સૈકાલિક દષ્ટિએ એની હાર હોય છે. Temporary અને permanent વચ્ચે આ અંતર છે. સગુણની શકિત temporary નથી permanent છે; જયારે દુર્ગુણની શકિત temporary છે, permanent નથી. માથું દુખતું હોય અને એનેસિનની ગોળી લઈ લો તે કદાચ એ ક્ષણ પૂરતો માથાનો દુખાવો બંધ થઈ જાય પણ એથી રોગ નથી મટ. રેગનું મૂળ કયાં છે ? અતિ “વિચાર કર્યો તેથી કે વિચારમાં ઘર્ષણ ઊભું થયું તેથી ? કોઇની સાથે

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130