Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 126
________________ આંતરવૈભવ ૧૨૧ ઇચ્છાશકિત (will power)થી અશાતાનું કર્મ પલટાઈ ગયું. અશાંતિમાંથી શાંતિમાં આવ્યા. મનમાં શુભસંક૯પનું બીજ વાવો. “મારાથી હવે કોઈ સારું કામ થવાનું છે, એ કામ હું કરીશ જ.” - નવી સંકલ્પ શકિતથી તમારામાં એવું બળ આવે, એવી તાકાત આવે કે ખરાબ કમ ફેકાઈ અને દુઃખ આપનારું તત્ત્વ સુખમાં પલટાઈ જાય. અબાધાકાળમાં-કર્મ હજુ ઉદયમાં ન આવ્યું હોય ત્યારે સારા વિચારે, સારા સંકો, સારું વાતાવરણ, સારા મિત્રો મળે તો એ માણસ ખરાબ કમને સારા કરી શકે. અ૫ર્ગ અવસ્થામાં, પ્રતિકૂળ દશામાં સંકલ્પ બળ કેળવ્યું તે પ્રતિકૂળ કેવું અનુકૂળ બની ગયું તે હેલન કેલરના જીવનમાં જેવા જેવું છે. સુંદર દૃષ્ટિવાળા, સારા શ્રવણવાળા અને વાચાળોને એમના ગામમાં પણ ઘણા ઓળખતા નથી અને હેલન કેલર (HelenKellar) જેવી અંધ બહેરી અને મુંગી સ્ત્રીને આખી દુનિયા ઓળખે ! જેને મળવામાં સહુ ગૌરવ અનુભવે ! કારણ શું ? પ્રતિકૂળતામાં મને બળ વડે બીજી શકિતઓને એ બહાર લાવી. આંખ ગઈ એ નિકાચિત કમ હતું, ચીકણું કર્મ હતું, એ માટે કોઈ શકય નહતું પણ એણે પરિશ્રમથી બીજી શકિતઓ ખીલવી. અપંગતા ઉપર વિજય મેળવીને દુનિયાને બતાવી આપ્યું કે આત્મશકિતનું સામ્રાજ્ય કેવું પ્રબળ છે! આત્મશકિતને ખ્યાલ આવશે પછી “ભગવાન જશે ત્યાં જઈશ', 'તકદીરમાં જે લખ્યું હશે તે થશે ક્યાં લઈ એવા

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130