Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 128
________________ આંતરવૈભવ ૧૨૩ દેવીએ પૂછયું : “તમારે સુખ નથી જોઈતું ?” ભર્તુહરીએ કહ્યું : “જે ચિત્ત અંતરયામીમાં લાગી ગયું એને ફરી પાછાં સુખ, સાહેબી, ભેગ મળે તે સુખની એષ્ણામાં મન તૃષ્ણામાં લાગી જાય. અંતરયામીમાં લાગેલું મન સુખની એણમાં લપસે તે ઉપર જનારું મન નીચે આવી જાય. આ ગોદડી ઠીક છે, સીવતાં સીવતાં અંતરયામીમાં હું ડૂબી ગયો છું તે શા માટે સુખની એષ્ણામાં મનને જવા દઉં ? સુખ અને પસે આવે છે પણ અંતે અશાંતિ મૂકીને જાય છે. મારે અશાંતિ નથી જોઈતી. મારે આ ફાટેલી ગોદડી મજાની છે ન એને કોઈ લેવા આવે કે ન એને માટે કોઈને ઈચ્છા થાય; ન એને એ માટે મારામારી કે ન કોઈ ઝઘડા.” ભલે આ રૂપક થા છે પણ એની પાછળ વિચાર છે,ચિંતન છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં સુખ અને સંતોષ માની પ્રયત્નથી પ્રારબ્ધને જગાડે તે માણસ જરૂર ઉપર આવી શકે. પરિસ્થિતિને પ્રેરણું બનાવી શકે. પરિસ્થિતિને પલટાવવાની છે અને એ કામ ઈશ્વરને નથી સાંપવાનું, તમારે કરવાનું છે. ભગવાન બોલતાં હોત તો કહેત કે તને આટલું બધું તે મળ્યું છે. હવે કામ કર. આખો દિવસ ભિખ અને મદદ તું શું માંગ્યા કરે છે ? - ના, હવે મદદ નહિ, પુરુષાર્થ. હવે સ્ટીમર ગમે તે બંદરે નહિ જાય પણ નિશ્ચિત બંદરે જ જવાની. - કપ્તાનને જાગૃત કરવાને છે, સાવધાન કપ્તાને plan અને chart સામે રાખવાનાં છે. વિશાળ સમુદ્રના કિનારે કેટલાં બંદરે છે અને કયે કયે બંદરે તારે જવાની શકયતા નથી ?

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130