Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 112
________________ સ્ટીમરના કપ્તાને જાહેર કર્યું: “ સ્ટીમર ઉપડી રહી છે, જેને બેસવું હોય તે બેસી જાય. ” બંદર ઉપર ઊભેલા મુસાફરે બેસવા ગયા ત્યાં એક પ્રશ્ન પૂછયો : “આ સ્ટીમર કયા બંદરે જઈ રહી છે.?” : કપ્તાને કહ્યું કે આવી પાગલ જેવી વાતો શું કરે છે ? સ્ટીમર ક્યાં જવાની છે એ જાણવાની શી જરૂર ? તમે તમારે બેસી જાઓ. જયાં જવાશે ત્યાં જઈશું, પહોંચાશે તે પહેાંચીશું, ડૂબશે તે મરી જઈશું. જેને બેસવું હોય એને માટે સ્ટીમર તૈયાર છે. ક્યાં જવાનું છે એ તો મને પણ ખબર નથી.” - આ સ્ટીમર બધી જ સગવડો વાળી છે, એમાં ઍરકન્ડીશન પણું છે, અરે!" મફત બેસવા મળે તેમ છે છતાં એમાં મુસાફરી કરવા કાણુ તયાર થશે ? સહુ કહેશેઃ “કસ્તાનને જ ખબર નથી કે આ સ્ટીમર હું ક્યા બંદરે લઈ જવાને છું તે એમાં કયો મૂખ બેસવા તૈયાર થશે ?” હું પણ ભવના મુસાફરને એ જ પૂછું છું : “ તું કયાં જવાનો છે? ડિગ્રી મેળવી રહ્યો છે, પૈસા ભેગા કરી રહ્યો છે, મેટાં મોટાં તોતિંગ મકાને બાંધી રહ્યો છે, રોજ નવી નવી શોધખોળ કરી રહ્યો છે, દિવસ – રાત દોડાદોડ કરી રહ્યા છે તું આ બધું કરી રહ્યો છે પણ કહે તો, તારી આ સ્ટીમર ક્યા બંદર તરફ જઈ રહી છે ?”

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130