Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 122
________________ આંતરવૈભવ ૧૧૭ પાસે ધન છે તો કોઇની પાસે બુદ્ધિને વૈભવ છે કેઈની પાસે શરીરનું સામર્થ્ય છે તે કોઈની પાસે પ્રજ્ઞાની સ્મૃતિ છે. * આ બધું આમ કેમ ? શું ભગવાન પક્ષપાતી (partial) - છે ? કોઈને રૂપસુંદર બનાવે તે કઈને કદરૂપ ? કોઈને એંશી વર્ષ બક્ષે તો કોઈને ચાલીસ? કઈને તવંગર બનાવે તે કોઈને રંક ? જે પક્ષપાત કરે એ ભગવાન હેઇ શકે જ નહિ. ભગવાનને પક્ષપાત કેવો ? . આપણે જે કર્યું, આપણે જે વાવ્યું તે જ હવે લણવાનું. શ્રી લાલબહાદુર શાસ્ત્રીની આયુષ્યની દોરી તૂટી તો રશિયાના વૈજ્ઞાનિકો પણ લંબાવી ન શક્યા, સાંધી ન શક્યા. સંધાવવાનું હોય તે સાંધવાનું નિમિત્ત મળી જાય પણ જે તૂટવાનું જ હોય તે ઉત્તમ નિમિત્ત પણ ન મળે. જીવનની યાત્રા જે દિવસે સમાપ્ત થવાની હતી તે જ દિવસે સમાપ્ત થઈ. આ કર્મવાદ છે, એની સામે ઈશ્વરવાદ પણ છે. એમાં ઈશ્વર જ વિશ્વને કર્તાભર્તા મનાય છે. પણ માણસ ઘણે ઉસ્તાદ છે. એ ઇશ્વરવાદમાં માને પણ છે અને નથી પણ માનતો. *. સ્વાર્થનાં કામ હોય, પિતાથી થાય એવાં સફળતાનાં કામ હૈય ત્યારે ભગવાનને યાદ પણ નથી કરતો. પણ જ્યાં મુસીબત આવી, દુઃખ તૂટી પડ્યું ત્યાં ઝટ દઈને ભગવાનને લાવીને વચમાં મૂકી દે. કઈ પિતાએ હજી સુધી કંકોત્રીમાં એમ નથી લખ્યું કે અમારા પુત્રનાં લગ્ન ભગવાન કરે છે. ના, ત્યાં તો લખે કે અમારા ચિરંજીવ છગનનાં લગ્ન અમે પૂનમે નક્કી કર્યા છે.”

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130