Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 120
________________ આંતરવૈભવ ૧૧૫ પણ મનમાં કોઈને મારવાને વિચાર કર્યો ત્યાં શ્રેષને જન્મ થયો. આ દ્વેષનું લોહચુંબક પાપનાં પરમાણુઓને ખેંચવાનું કામ શરુ કરે. પછી તે વિશ્વમાં રહેલાં પાપનાં ખરાબ પરમાણુઓને સંગ્રહે જ જાય. જ્યાં સુધી દ્રેષ મનને બાળ્યા કરે ત્યાં સુધી એ ખરાબ પરમાણુઓને ખેંચ્યા જ કરે. આ ખરાબ પરમાણુઓ આત્મા સાથે બંધાતા જાય તેમ સારા વિચાર કરવાની, સારાં કાર્યો કરવાની આત્મશક્તિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. - કઈ પૂછે કે મેં દસ વર્ષ પહેલાં માત્ર દ્વેષ જ નહિ પણ એક વ્યક્તિનું ઘણું જ ખરાબ કરી નાખ્યું હતું, છતાં એ પાપનાં પરમાણુઓ મારા ઉપર હજુ અસર કેમ કરતાં નથી ? હું તે આરામથી મેજમજા કર્યા કરું છું ! આજના તર્કવાદમાં માણસની સામે આ મોટો પ્રશ્ન ઊભો થાય છે. “જે માણસને ખરાબ વિચાર ખરાબ પરમાણુઓને પકડે તે એ કમબંધનથી એ માણસ તે વહેલો ખલાસ થઈ જવો જોઈએ, દુઃખી દુઃખી થવું જોઈએ. પણ એને બદલે જે પાપ કરે છે, ચેરી કરે છે, જૂઠું બોલે છે, લોકોને ફસાવે છે, જીવતા મારી નાખે છે એ તો દુનિયામાં સન્માન અને સ્થાન ભિગવત દેખાય છે તેનું શું ? શું કમરાજાને ત્યાં પણ ન્યાય નથી ?” એમ નથી. • મિત્રનું માથું ખૂબ દેખતું હોય ત્યારે તમે એને એનેસીનની ગળી આપો. જેવો એ ગોળી મેઢામાં નાખે એટલે કહે: હવે તારું માથું ઊતરી જશે.” પણ શું તરત જ ઊતરી જાય છે ? એ શરીરમાં જઈ પિતાનું કામ શરુ કરે, ધીમેધીમે પંદર મિનિટ, પચિસ મિનિટ પછી આખા શરીરમાં પ્રસરે પછી જ માથાના દુખાવાને આરામ (relief) મળે. ગાળી લીધી અને સારું થયું એમ નથી.

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130