Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 115
________________ ૧૧૦. આંતરવૈભવ જ પ્રભુ પાસે પૈસે નહિ, સંતાને નાહ, આયુષ્ય નહિ પણ પ્રકાશની માગણી કરે. કહે કે મને માત્ર પ્રકાશ આપ. પ્રકાશ હશે તે રસ્તે દેખાશે. કોક સાધકે કહેલું: “હે પ્રભુ! બીજું કાંઈ નહિ, પણ થોડા થોડા દિવસે મને દુઃખ મળતું રહે એટલું તું જેતે રહેજે. દુઃખને તાપ અભિમાનના હિમાચલને ઓગાળી નાખે તે હું. સરિતા બનીને તારા ચરણને જોવા દેવે આવું.” અહંકારના હિમાચલને ગાળનાર દુઃખની ઉષ્મા છે પણ જ્ઞાન તે એ અહંકારના હિમાલયનું અસ્તિત્વ જ મિટાવી દે છે. દુઃખ સહન કરવાની શક્તિ જ રહી નથી. જરાક દુ:ખ આવે અને તરત ઊંઘની ગોળીઓ (tranquiliser) લે, મનમાં મૂંઝવણ ઊભી થાય તે એને ઉકેલવાને બદલે ભૂલવા શરાબ લે. ડીકવાર ભ્રમની ગુલાબી દુનિયામાં ફરી આવે, સ્વપ્નની દુનિયામાં વિચરે, સૂઈ જાય. સવાર પડે, ભારે આંખ ખોલે ત્યારે એ જ મૂંઝવણ ડોકિયાં કરે. ભૂલવાને પ્રયત્ન કર્યો પણ ભૂલી નથી શ થેડીકવાર માટે હકીકત જરા દૂર ધકેલી શો પણ એને મટાડી ન શક્યો. તમારે ભૂલવું છે કે મિટાવવું છે? શાંતિથી બેસીને કેમ ન વિચારોઃ “દુઃખનું કારણ કોણ ? દુઃખ કેમ આવ્યું ? દયાંથી આવ્યું ?' શુદ્ધ સેનું ધૂળ સાથે મળી ગયું તેમ નિર્મળ, પારદર્શક આત્મા કમ સાથે બંધાયા. આખું વિશ્વ પુદગળનાં ઝીણાં પરમાણુઓથી ભરેલું છે.

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130