Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 114
________________ આંતરવૈભવ ૧૦૯ તમારામાં હોવા છતાં શું તમે એમ જ કહ્યા કરશે કે ભગવાન કરે તે ખરું, તકદીરમાં લખેલું તે કાંઈ હવે બદલાવાનું છે ? સંસારની બાબતમાં બદલાવી શકે અને આત્માની બાબતમાં કાંઈ નહિ ? માલ આપવાને સેદા કર્યો હોય અને ભાવ વધી ન જાય તે તમે કરારમાંથી કેવા છટકી જાઓ છે ? વાત કેવી બદલી નાખે છે ? વચન આપ્યું હોય તે પણ શું કહે ? એ તે અમસ્તી વાત જ હતી, વચન કેયાં હતું ? જ્યાં અનુકૂળ ન પડે, ફાયદામાં ન હોય ત્યાં બદલાય પણ જીવનની યાત્રામાં પુરુષાર્થ વડે સુકાન ન બદલાય ? માત્ર નિરાશા અને નિરુત્સાહ. * - આમ કેમ ચાલશે ? નિરાશા સામે આશાભરી દૃષ્ટિ કેળવો, જીવંત વિચાર મૂકો, પ્રણાલિકાઓને પડતી મૂકી મૂળ સિદ્ધાંતને પકડે. તારા જીવનનું નિર્માણ કાઈ બીજી વ્યક્તિના હાથમાં છે જ નહિ. તું જ તારો નિર્માતા છે, તું જ તારે ઘડવૈયો છે. Man is himself responsible for his own fortunes. પિતાના કાર્યોની જવાબદારી પોતાની જ છે. બીજાઓ છે તે માત્ર નિમિત્ત જ બને છે. . માટે હવે જાગૃતિ અને જવાબદ રીની દોર હાથમાં લેવાની છે. જે ઘડીએ આ સમજાઈ જશે, પછી તમે જ કહેશે : “મારા જીવનને ખરાબ કરનારા બે હાઉં તો હું છું, તો સારો કરનાર શા માટે ન બનું ? હું બીજાને શા માટે દોષ દઉં ? મેં મારી જાતને એવા સંજોગોમાં મૂકી તે એ સંજોગોના કારણે હું નિમ્ન કોટિમાં ચાલ્યો ગયો. તે હવે, હું મારી જાતને એમાંથી ઉઠાવીને ઊંચે કેમ ન લાવું ?”

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130