Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh
View full book text
________________
આંતરવભવ
- તમે બહારથી આવો, કેટલાય આડાઅવળા વિચારો લઈને આવો, વાતો લઈને આવો, ચિંતા લઈને આવે, જરાક પ્રાર્થના કરે, મન દેવાઈ જાય, વાતે અને વાસનાને મળ નીકળી જાય અને ચિત્ત શાંત થાય.
જમીન સરખી થાય તો એના ઉપર સર્જન થાય. સમૂહ પ્રાર્થના પછી મન શાંત થતાં આપણામાં એકાગ્રતા આવે. ચૈતન્ય તરફ, પરમ ત તરફનજર નાખતાં ઉલ્લાસ આવે. આત્માનું દર્શન થાય.
* આજે તમારાં મન અશાંત છે, મનમાં ભય છે. રાત્રે તમને ભયજનક સ્વપ્નો આવે છે. તમે તમને પાણીમાં ડૂબી મરતા જુઓ, તમને જંગલનાં જાનવરે ખાઈ જતાં જુઓ-આ બધાં સ્વપ્ન કેમ ? મનમાં બેઠેલા ભયને કાઢી નાખો, પછી પાણીમાં તમે તમને ડૂબતા નહિ તરતા જોશો અને જંગલનાં જાનવરો તમને ખાતાં નહિ, પ્રેમ કરતાં દેખાશે. - મનમાં આનંદમયે સ્વરૂપનું અધિષ્ઠાન થયું પછી પ્રત્યેક પ્રસંગ તમને જુદી રીતે જ દેખાશે.
પરિસ્થિતિના સ્વામી બનશો કે દાસ ? પરિસ્થિતિના સ્વામીમાં તાકાત છે, એ હિંમતથી કહે છેઆ પરિસ્થિતિને હું કાબૂમાં (control) રાખીશ. પરિસ્થિતિને દાસ શું કહે ? અરેરે ! હવે મારાથી શું થાય ?
આ વાત વખાણવા કરતાં વિચારવા જેવી છે. " બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનું લશ્કર જોઈને ઇંગ્લેંડના વડા પ્રમુખ ચેમ્બરલેઈનની છાતી બેસી ગઈ. - પાર્લામેન્ટમાં આવીને કહ્યું : “આપણે તો ખલાસ થઈ ગયા. હવે નહિ જીતી શકીએ. આપણું કાંઈ નહિ વળે.” એનું

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130