Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 77
________________ આંતરવૈભવ બિરાજમાન છે એવી અનુભૂતિથી જે પ્રવૃત્તિ કરે જે એનામાં અંતઃસ્ફુરણા – (intuition) વધારે તીવ્રતાથી કામ કરે છે. ૨ પેાતાના મનમાં થતા વિચારેને ધ્વનિ સામાના મનમાં થાય છે અને પેાતાને કહેવાની વાત સામાના મુખથી કહેવાઈ જાય છે. સામાને કહી જવાનું કામ કાણ કરે છે? આપણું અનંત જ્ઞાનમયે ચૈતન્ય. આ જ્ઞાન ઘણી રીતે અવિષ્કાર લે છે. વિદ્યા મેળવવાથી, પ્રયત્ન કરવાથી, એકની એક વાત ઉપર એકાગ્રતા કરવાથી. શૈશવકાળમાં અમારા શિક્ષક અમને કહેતા : Give maximum strain to your brain and everythiug will be clear. બને એટલું મનને એકાગ્ર કરે અને તમને જવાબ મળી જશે. લોકેા ખાવાનું જેટલું પસંદ કરે છે એટલું વિચારવાનું નથી કરતાં. ખાવાનું ત્રણવાર જોઇએ પણ વિચારવાનું એક વારમાં પતી જતું હેાય તે! કેવું સારું? કહે કે અમારા વતી તમે જ વિચારી લેા, તમે જે કહેશે। એ બરાબર જ હશે. Less to stomach and more to brain. પેટને એછું અને મગજને વધારે. અત્યારે દુનિયામાં ઊંધું ચાલી રહ્યું છે. પેટને ખૂન્ન અને મગજ ખાલી. શરીર માટું થાય અને મગજ નાનું થાય, ખલાસ થઇ જાય. એટલે જ તે psychiat rist અને psychology analyse કરનારા ડોકટરાના રાફડા વધતા જ જાય છે. મગજ ખાલી થતું જાય અને શરીર વધતું જાય પછી સ્થિતિ શું થાય ? અવળી થાય. એકાગ્રતા એ શકિત છે, એ જેટલા તેટલા પ્રમાણમાં ચૈતન્યની જ્ઞાનશકિત પ્રમાણમાં વધે. બહાર આવે.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130