Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 10
________________ આંતરદૌભવ પ્રવાહ સાથે જોડાય છે તે એ નાનકડે બબ પ્રકાશથી ઝગમગી #ઠે છે. બબ નાનકડે છે, એમાં માત્ર સામાન્ય તાંબાના જ તાર છે; પણ જ્યારે એનું જોડાણુ વીજળી (electricity) સાથે થાય છે કે તરત એનામાં તેજને સંચાર થાય છે. જે તાર સામે તમે જોઈ શકતા હતા તેની સામે હવે મીટ પણ માડી શકતા નથી. એ પ્રકાશથી તમારી આંખ અંજાઈ જાય છે. બ૯બ અહીં છે પણ એનું જોડાણ મહાન પાવર હાઉસ સાથે થયું અને પાવર હાઉસનું સમગ્ર તેજ આ બટબમાં આવી ગયું. - આપણું સ્થળ જીવન બબ જેવું છે. એ પરમપ્રકાશની સાથે જોડાય તે પ્રકાશથી સભર બની જાય. માણસ જયારે આ પરમપ્રકાશ સાથેનું જોડાણ ગુમાવી બેસે છે ત્યારે તે એક સામાન્ય માણસ બને છે. પછી તો આહાર, નિદ્રા, ભેગ અને પરિગ્રહને ઢગલો વધારી પ્રસિદ્ધિ મેળવવાની દોડાદોડમાં જ એ એનું જીવન સમાપ્ત કરે છે - આપણું જીવનયાત્રા એ માત્ર આ પચાસ કે સે વર્ષને ગાળો નથી, આ તો એક વિસામે છે. આપણું યાત્રા અનતથી શરૂ થઈ છે અને આપણું પ્રયાણ અનંત પ્રતિ છે. માનવજીવન સિત્તેર વર્ષનું હોય કે સો વર્ષનું હોય પણ એ એક આરામ લેવાનું સ્થાન છે, યાત્રાને અંત નથી. Longfellow એ કહ્યું : “Dust thou art and dust returnest Was not spoken of the soul ” મિટ્ટીમાંથી સરજાયો, મળશે મિટ્ટીની માંહ્ય – એ કીધું કાયા કાજે આત્માને મૃત્યુ ન્હાય. ધૂળમાંથી આવ્યો અને ધૂળમાં મળી જવાને, એ વાત આત્મા માટે નથી કહી. એ વાત તો દેહને લાગુ પડે છે. આત્માને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130