Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 8
________________ આંતરભવ “મિત્ર ! આ તને શોભે ?” એ રોજ કહેતા. એક વખત પેલાએ ચિડાઈને કહ્યું: “હું તમને હાથ જોડું છું, તમારો ઉપદેશ બંધ કરે, મને તમારા ભગવાનમાં જરા ચ વિશ્વાસ નથી. તે પછી રિજ આ ને આ વાત શું કરવા કરે છે ?” દીનબંધુએ એટલી જ શ્રદ્ધા અને શાંતિથી કહ્યું: “તારી વાત સાચી છે. તને ભગવાનમાં વિશ્વાસ નથી; પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે જ. તે ભગવાનમાંથી વિAવાસ ગુમાવ્યો છે પણ ભગવાને હજી તારામાંથી વિશ્વાસ નથી ગુમાવ્યો !” પેલો તો આ સાંભળી વિચારમાં જ પડી ગયો. એણે કહ્યું: “ફરી બોલે તો!” “મેં તને કહ્યું નહિ કે તને ભગવાનમાં વિશ્વાસ નથી; પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે જ.” “હજી વિશ્વાસ છે? મારામાં ? જુગારી દારૂડિયામાં વિશ્વાસ છે ?” “હા, પ્રભુ જાણે છે, પ્રકાશ જાણે છે કે હજારો વર્ષ જૂના અંધકારમાં પણ પ્રકાશને સંભવ છે. ગુફામાં ભલે હજાર વર્ષ જૂનું અંધારું હોય પણ પ્રકાશ કદી હારતો નથી. પ્રકાશ પહોંચે છે ને અજવાળું પ્રસરી જાય છે. પ્રકાશને પેતાના અજવાળામાં શ્રદ્ધા છે. અંધકાર ગમે તેટલે નિબિડ હોય તો પણ આખર એ અંધકાર છે.” માણસના હૃદયમાં ગમે એટલું અંધારું હોય, જીવન ગમે એટલું નિમ્ન હય, ગમે તેટલાં વ્યસને હૈય, ખરાબીઓ ભરેલી હોય તેમ છતાં પરમાત્માને વિશ્વાસ છે કે ગમે તે ખરાબ માનવી પણ એક દિવસ માટે રસ્તે આવવાને છે.” આ જ કારણે જ્ઞાનીને, દિવ્યતાના અનુભવીને, માનવીના આંતરવૈભવ ઉપર વિશ્વાસ છે. માણસ બહારથી ગમે એટલે ખરાબ થઈ જાય તે પણ એની અંદર એક એવું સુંદર તત્ત્વ પડ્યું છે જે એને સદા ચેતવે છે. મેં એને જોયા છે. એ હૃદય ખોલે ત્યારે સાંભળવા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130