Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 9
________________ આંતરવૈભવ જેવું હોય છે. “મહારાજ અમે સંતાને પગે પડીએ છીએ કારણ કે અમને મનમાં થાય છે કે અમારું જીવન ખરાબ છે. અમે લોકોને લૂંટીએ છીએ કારણ કે એ બીજાને લૂંટે છે. એ લોકે શહેરમાં લૂંટે છે તો અમે એમને જંગલમાં લૂંટીએ છીએ; એ લેકે દિવસે લૂંટે છે તો અમે એમને રાતના લૂંટીએ છીએ. પણ ત્યાગના માર્ગને જોઈને અમારા હૃદયમાં અહોભાવ જાગે છે.” ચેર જેવા ચોરને પણ આ અનુભૂતિ છે, જે સારી વસ્તુને ચાહે છે. દુનિયામાં તમને એવું કોઈ માણસ નહિ મળે જેના જીવનમાં એકવાર પણ આંતરવૈભવના અનુભવની સુંદર અભીસા ન જાગી હોય ! આ અભીસાને જ આપણે જગાડવાની છે, પ્રદીપ્ત કરવાની છે. આ અભીસાને જેમ જેમ ખાતર મળતું જાય, સિંચન મળતું જાય તેમ તેમ એ વધારે ને વધારે પ્રદીપ્ત અને પ્રોજજવલિત બને છે. પ્રદીપ્ત અને પ્રજવલિત અભીસા એ જ આપણા સમગ્ર જીવનની આશાનું દૃષ્ટિબિંદુ છે. જીવનનું દયેય જડી જાય તે જે જીવન જીવે છે એમાં સતત અભીપ્સાની શિખા વધતી જ જાય. “મારામાં છુપાયેલો જે આંતરવૈભવ છે એને હું કઈ રીતે પ્રગટાવું !” આપણામાં જે સુંદર તત્ત્વ છે, એ ભૂલાઈ ગયું છે. દુનિચાની તુચ્છ વસ્તુઓ સાથે માનસિક રીતે એવા જોડાઈ ગયા છીએ કે એ જોડાણ અને ટેવને કારણે જે પરમજીવન આપણને દેખાવવું જોઈએ અને એની સાથે સંબંધ જોડા જોઈએ એ આપણે જોડી શકતા નથી. લગનું જોડાણ વિદ્યુતપ્રવાહથી જુદું પડી જાય તો બબ હોવા છતાં ત્યાં પ્રકાશ થતો નથી. પ્લગ જ્યારે મહાન વિદ્યુત

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130