Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ
સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિકામી છે. શ્રી. ૨ નિજસ્વરૂપે જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી. ૩ નામઅધ્યાતમ ઠવણઅધ્યાતમ, દ્રવ્યઅધ્યાતમ છેડે રે; ભાવઅધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મડે છે. શ્રી ૪ શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, કાન ગ્રહણ મતિ ધરજે રે. શ્રી. ૫ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે. શ્રી. ૬
૧૨ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન રાગ ગાડી તથા પરિજિયોનુંગિયાગિરિ શિખર સેહેએ દેશી. વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરિણામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફલ કામી રે. વાસુ. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકારે રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારે રે. વાસુ. ૨ કર્તા પરિણામી પરિણામે, કમ જે જીવે કરિયે રે; એક અનેક રૂપ નયવાદે, નિયતે નય અનુસરિયે રે. વાસુ૩ દુઃખ સુખરૂપ કરમફલ જાણો, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદે રે. વાસુ. ૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમફલ ભાવી રે; જ્ઞાન કરમફલ ચેતન કહિયે, લેજે તેહ મનાવી છે. વાસુદ ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે. વાસુ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68