Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ ૧૩ શ્રી વિમલ જિન સ્તવન રાગ મલહાર-ઇડર આંબા આંબલી રે—એ દેશી. દુઃખ દેહગ દુરે ટલ્યાં રે, સુખપદ શું ભેટ; ધીંગ ધણી માથે કિયે રે, કુણ ગંજે નર બેટ. વિમલ જિન દીઠાં લેયણ આજ, મહારાં સિધ્યાં વંછિત કાજ. ૧ ચરણકમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અશિરપદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિમલ૦ ૨ મુઝ મન તુજ પદપંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદરધરા રે, ઈદ ચંદ નાગિંદ. વિમલ૦ ૩ સાહિબ સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર; મન વિસરામી વાલહ રે, આતમ આધાર. વિમલ૦ ૪ દરિસણ દીઠે જિનતણું રે, સંશય ન રહે વેધક દિનકર કરભર પસરતા રે, અંધકાર પ્રતિષેધ. વિમલ ૫ અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિમલ૦ ૬ એક અરજ સેવક તણું રે, અવધારે જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિમલ૦ ૭ ૧૪ શ્રી અનંત જિન સ્તવન ધાર તરવારની સહલી દેહલી, ચઉદમાં જિનતણી ચરણસેવા; ધારપર નાચતાં દેખ બાજીગરા, સેવના ઘારપર રહે ન દેવા. ૧ એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહે લેખે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68