Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 4
________________ asta/aanada/2nd proof દીવો બળી રહ્યો હતો. સંતે દીવાની જયોત સામે આંગળી તાકીને બાળકને પૂછ્યું : “આ જ્યોત ક્યાંથી આવી છે ?” નાના બાળકે દીવાને ફૂંક મારી. જયોત બુઝાઈ ગઈ. બાળકે સંતને પૂછ્યું : આ દીવાની જ્યોત ક્યાં ગઈ? સંત મીઠું મલક્યા. બાળકે કહ્યું : “આ જયોત જયાં ગઈ છે ત્યાંથી જ એ આવી હતી.” જ્યોત ઉપર વહી જાય છે. એની પાછળ પાતળી ધૂમસેર ઉપર ચડતી રહે છે. ઉપર ઉઠવાનો પવિત્ર સ્વભાવ આત્માને મળ્યો છે. આત્માને એક શરીર મળે છે. તે પૂર્વે આત્મા બીજા કોઈ શરીરમાં હોય છે અને આગળ નવાં નવાં શરીરો સાથેનું ભવિષ્ય ઊભું જ હોય છે. એક શરીરમાંથી બીજા શરીરમાં જવું તે સંસાર છે. શરીરદશામાંથી અશરીરદશામાં જવું તે મોક્ષ છે. સંસાર સહજ થઈ ગયો છે. મોક્ષ અસહજ લાગે છે. આ અજ્ઞાન છે. સંસાર અને અજ્ઞાનની જુગલબંદીમાં જીવ બરબાદ થઈ રહ્યો છે. ગુરુનાં શ્રીમુખે સાંભળવા મળે છે. મોક્ષમાર્ગની વાતો. ઊંચી અને અઘરી લાગે છે એ વાતો. મગજમાં એ વાતો તુરંત નથી ઊતરી શકતી. વાર લાગે છે. ગુરુ તો આરામથી બધું બોલી જાય છે. સમજતા વાર લાગે છે. ગડ બેસે છે, પણ સાવ ધીમે. ગુરુ બોલે છે તો એમને એ રીતે બોલવાનો અધિકાર છે. ગુરુ જે જીવે છે તે જ બોલે છે. ગુરુ બોલ્યા તે ગુરુનું પરમ જ્ઞાન. આપણને ન સમજાયું તે આપણું અજ્ઞાન. ‘નથી સમજાતું આવું જે સંવેદન આવે છે તે પણ ગુરુ આપે છે. સાવ સહેલું બોલીને ગુરુ આપણને રાજી કરી દે તેમાં વિકાસ ન થાય. થોડું અઘરું બોલે ને સમજાય નહીં તેનો તનાવ આવે ત્યાંથી વિકાસ શરૂ થાય. પોતાનાં અજ્ઞાનનું ભાન થવું એ અધ્યાત્મનું પ્રારંભબિંદુ છે. અજ્ઞાની અજ્ઞાનમાં મસ્ત રહે છે તેથી અભિમાન આવે છે. અજ્ઞાનનું ભાન થવાથી અજ્ઞાન તો નથી તૂટતું પણ અભિમાન ભાંગી જાય છે. ગુરુ કહે તેમ કરવાનું મન થાય છે ભક્તને. ગુરુ કહે તેમ વિચારવાનું મન થાય છે શિષ્યને. ભક્ત કરવામાં શ્રો. શિષ્ય વિચારવામાં પાવરધો. કરવાનું સ્તર શરીરનું. વિચારવાનું સ્તર મનનું. અજ્ઞાનનું હોવું, ઓછું ખતરનાક છે. અજ્ઞાન છે તેનો ખ્યાલ ન હોવો, બહુ ખતરનાક છે. અજ્ઞાનની હાજરી ડંખી તે જ ઘડીથી પગ પાછા ફરવા લાગે. ભૂમિ સંસારની હોય, પગ સંસારી જીવના હોય પણ પગલાં પાછાં ફરી રહ્યા હોય આ મોક્ષમાર્ગની ભૂમિકા. અષ્ટપદીનો આનંદ અહીંથી પ્રકટે છે. मारग चलत चलत गात પંથ તો બંને બાજુ જતો હોય. પ્રવાસીની દિશા પંથની દિશા બને. પ્રવાસી ઊભો રહી જાય તો પંથ બંને બાજુ વહેતો દેખાય. પ્રવાસી ચાલતો હોય તો પંથ પાછળની દિશાને દૂર ફેંકે ને આગળની દિશાને નજીક ખેંચે. અવળા માર્ગે ચડી ગયેલો આદમી, સાચા મારગ સુધી પહોંચ્યો ન હોય પણ પોતે જે મારગ લીધો છે તે ખોટો છે એટલું સમજતો હોય તોય ઘણું છે. એ હવે આગળ નહી ચાલે. એ અટકશે. એ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43