Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 25
________________ નથી. એ એની મેળે સમજાશે. આપણી વિચારશૈલીનું સાચુંખોટું તત્ત્વ શોધવાનો સમય આવી પહોંચ્યો છે, બહાર શોધવા જશો તો અટવાશો. અંદર શોધવાનું છે. થોડાક પૂર્વગ્રહોને દૂર કરવાના છે. આ ગૃહીતોએ સાધનાને નિષ્ફળ બનાવી રાખી છે ઃ ૧. આપણે જે કરતાં હોઈએ તેના કરતાં કંઈક જુદું કરીએ તો મજા આવે. જે કરવામાં મજા ન આવે તે છોડી દઈએ તો મજા આવે. ૨. ૩. જેમાં સમજ ન પડે તેમાં મજા ન આવે, જેમાં સમજ પડે તેમાં જ મજા આવે. ૪. સાધનાના સમયે સાધના કરવાની. મજા કરવાના સમયે મજા કરવાની. બે ભેગા ન થાય. ૫. પોતાની સમજણ મુજબ જ કરવાનું. સમજણ આપનારે પોતાની વાત જબરદસ્તી શીખવાડવાની નહી. હું કરું તે સાચું. ૬. ચોપડીઓ વાંચીને અને કેસેટ્સ સાંભળીને સાધના સમજી લેવાની. સાધકો અને ગુરુઓથી દૂર રહેવાનું. ૭. જે આવડે છે તેમાંથી થોડું થોડું કરતા રહેવાનું. આ ઉંમરે હવે નવું શીખવા ક્યાં જવાય ? ૮. આ જમાનામાં કડક નિયમો રાખવાના જ ન હોય. બધાને ફાવે તેવું જ રાખવાનું. આ બધી ધારણાઓના જવાબ તો છે જ પણ તેની માટે આ જગ્યાએ અવકાશ નથી. આ ધારણાઓ સાધનાના સાચા માર્ગથી દૂર ૪૫ લઈ જનારું પ્રબળ આલંબન છે. દરેક વસ્તુની જેમ સાધનામાં પણ અસલીનકલીનો તફાવત સમજતાં આવડવું જોઈએ. મેળવણ નાંખ્યા પછી દહીં જામે તેની રાહ જ જોવાની હોય, અવિશ્વાસ ન રખાય. સાધના મળી તેનું પરિણામ આવશે જ. ધીરજ રાખવાની હોય. कहां ढूंढत तू मूरख पंखी आनंद हाट न बेकावो સાધનાની દુકાનો મંડાતી નથી. સાધનાનું એક ઘર સજાવવાનું હોય છે. બિલાડીનું બચ્ચું ઘર બદલે, વારંવાર બદલે તે એનો સ્વભાવ છે. આપણો સ્વભાવ આવો ન હોવો જોઈએ. રસોડામાં કાંઈ ખૂટતું હોય તો બજારમાં એ લેવા નીકળાય. ધર્મમાં કાંઈ ખૂટતું હોય તો ? આ સવાલ જ ગલત છે. આપણામાં બધું એટલું ખૂટી રહ્યું છે કે આપણને ધર્મ પણ સાચો નથી લાગતો. ધર્મ, સંપ્રદાય તરીકે ઓળખાય છે ત્યારે ધર્મની ચોક્કસ વ્યવસ્થાનો નિર્દેશ થતો હોય છે. વ્યવસ્થા વિના ક્યાંય કશું ચાલતું નથી. ધર્મની ચોક્કસ આચારસંહિતા અને વિચારસંહિતા એના અનુયાયીને બાંધવા માટે નથી બલ્કે એને સ્થિરતા આપવા માટે છે. બાળક નાનું હોય તો વધારે ધ્યાન રાખવું પડે તેમ સાધક નવો હોય તો તેની માટેનું માર્ગદર્શન વિગતવાર હોવું જોઈએ. સંપ્રદાય શબ્દની સૂગ રાખનારા, મૂરતુ પંહી છે. સારી સ્કૂલ પોતાનો ડ્રેસકોડ, સિલેબસ અને સમયસારણિને વળગી રહે તે ખોટું નથી ગણાતું. તેના વખાણ થાય છે. ધર્મ પોતાની વિધિ, પોતાનો આચારમાર્ગ અને પોતાની ઉપદેશપદ્ધતિને વળગી રહે તેને સંપ્રદાય ગણાય છે તો એ શીદ અણગમતું ? નાચ ન જાને, આંગન તેડા. -૪૬ -

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43