Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 36
________________ asta/aanada/2nd proof છે ત્યારે સમજ પડે છે તેમાં મજા આવે છે. નવો વિષય સરળ હોય તો એમ થાય છે કે આ તો કેટલી સરસ વાત છે? વિષય જાણીતો હોય તો ગમે છે. ચલો, વિષયનું પુનરાવર્તન થયું ને મુદ્દો વધુ સ્પષ્ટ થયો. ખુશી મળતી રહે અને બેવડાતી રહે. શાસ્ત્રવચનનું આલંબન મન લે છે. યાદ રાખવું, વિચારવું અને ભાવિત થવું. ત્રણેય રીતે શાસ્ત્રવચનને મનમાં અવકાશ અપાય છે. આત્માના અધ્યવસાયોની જેટલી જગ્યા શાસ્ત્રવચન આધારિત ભાવો રોકે છે એટલી જગ્યામાંથી સંસારના સંસ્કારોનો હટવું પડે છે. એ સંસ્કારો હટે છે તેમ અધ્યવસાયને શીતલતાનો અનુભવ મળવા લાગે છે. સતત શાસ્ત્રવચનનો સંપર્ક સતત શીતલતા આપે છે. શાસ્ત્રવચનના અભ્યાસમાં શ્રદ્ધા જેટલી તીવ્ર, આત્માને મળી રહેલી શીતલતા પણ તેટલી તીવ્ર. આમ પણ, શાસ્ત્રવચન થકી જે આનંદ મળે છે તેમાં શરીરનું કોઈ ખાસ યોગદાન હોતું નથી, મનમાં ચાલી રહેલા રાગદ્વેષનું પણ વિશેષ યોગદાન નથી હોતું. શાસ્ત્રવચનનો આનંદ અંતરંગ અનુભૂતિ છે. શીતન જય અં અંજા આતમાના ખૂણે ખૂણે સાત્ત્વિક આનંદ ભરી દે છે. શાસ્ત્રવચન. શાસ્ત્રવચનના વિષયનું આકલન થયા બાદ, જીવ મંથન પણ કરે છે અને પરિવર્તન પણ કરે છે. સંસારનાં સુખોનાં વિષયનું આકલન સંક્લેશમાં વધારો કરે છે, શાસ્ત્રના વિષયનું આકલન સંક્લેશને ઘટાડે છે. પરિણામ ? शुद्ध समझन समता रस झीलत आनंदघन भयो अनंतरंग સંસારી જીવને સાધક બનવા તરફની ગતિ અને મતિ શાસ્ત્ર દ્વારા મળે છે. સાધકને સિદ્ધ થવા તરફની ગતિ અને મતિ શાસ્ત્રદ્વારા મળે છે. શાસ્ત્ર અને ગુરુ બંને સાધકને ખપે. ગુરુ શાસ્ત્રના દેશક છે માટે ખપે. શાસ્ત્ર, ગુરુપ્રસાદીરૂપે મળે છે માટે ગમે. શાસ્ત્ર બુદ્ધિવિલાસ માટે હોય તો જાતે વાંચી લેવાય. એવું નથી. શાસ્ત્ર બુદ્ધિવિજય માટે છે, ગુરુ વિના ન વંચાય. કમસેકમ ગુરુની આજ્ઞા વિના તો કદાપિ ન વંચાય. ગુરુની નજરતળ, શાસ્ત્ર વંચાતું હોય છે તેનાથી એક સુદીર્થ પરંપરાનું અનુસંધાન રચાય છે. તીર્થકરે અર્થનો ઉપદેશ ગણધરોને આપ્યો. ગણધરોએ તેની વાચના પોતાના શિષ્યોને આપી, એ વાચનાનો સ્રોત સ્થવિરાવલિની પરંપરામાં આજસુધી વહેતો આવ્યો છે. ગુરુ પાસે વાચના લેનાર સાધક એ સ્રોતના એક ઝરાનો સાક્ષાત લાભ પામે છે. એ કેવળ વાચનાની પરંપરા નથી, વાચના સાથેની શ્રદ્ધાની પરંપરા છે. વાચના માટેની સાધનાની પરંપરા છે. સૂત્ર, ભાષા તરીકે જે અર્થનો સંકેત કરે છે તે વિદ્વાન્ સાધક જાતે સમજી શકે છે. સુત્ર માટેની શ્રદ્ધા, સાધના અને નિષ્ઠા વ્યક્ત કરવા સાધકને ગુરુ જોઈએ છે. ગુરુનાં મુખે વાચના સાંભળવા, સાધક ગુરુને વંદન કરેતે વંદન આખી પરંપરાને પહોંચે. અર્થશ્રવણ કરતાં જે આનંદ મળે તે ગુરુ સમક્ષ વ્યક્ત થાય, તે આખી પરંપરાની અનુમોદનાનું પર્વ બની રહે. સાધકના પ્રશ્નનો ગુરુ ઉત્તર આપે એ તો પ્રભુ વીર ને ગુરુ ગૌતમનો સીધો વારસો. આ પરંપરા જ શુદ્ધિ અને નિર્જરાનું નિમિત્ત બને છે. શાસ્ત્રના વિષયનું ગુરૂમુખે ગ્રહણ થાય તેથી ખોટો અર્થબોધ થતો નથી, સ્વયંપ્રજ્ઞાનો અહંકાર રહેતો નથી અને એકલા વિચાર કરવાનો અહંકારી સ્વભાવ ધડાઈ શકતો નથી. શાસ્ત્રવચન વિધિશુદ્ધ રીતે સ્વીકારવાથી આ મુજબ, સાચી સમજ પ્રકટવા લાગે છે અને જેટલી સાચી સમજ પ્રાપ્ત થઈ છે તેનાથી વિશેષ સમજણ મેળવી આપે તેવો ક્ષયોપશમ પ્રગટ થવા લાગે છે. કર્મનો બંધ ચાર પ્રકારે થાય છે તેમાં

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43