Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 42
________________ asta/aanada/2nd proof સંસાર સામે વિજયના વાવટા ફરકે છે. ધાર્યું લક્ષ્ય સિદ્ધ થયું છે. મનની પેલે પારનો મલક મળી ચૂક્યો છે. સાધના કરતા હતા ત્યારે સંસારની ક્રિયા નહોતી પણ-કરવાનું સંવેદન હતું જ, કર્તુત્વભાવ બન્યો રહેતો હતો. ભવનો અંત આવ્યો એટલે—હોવાનું સંવેદન જ બચ્યું છે, દૃષ્ટાભાવ આવી ગયો છે. બધું જ દેખાય છે. દેખાય છે છતાં અક્ષરશઃ કોઈની કશી અસર નથી, અરીસામાં પ્રતિબિંબ પડે પણ અરીસો તો જડ જ રહે તેમ આતમાને બધું જ દેખાય પણ આતમા તો નિર્લેપ જ રહે. કર્મો ખતમ થઈ ગયા છે. સંસાર ખતમ થઈ ગયો છે. એકલરાજા આતમરામ જ પૂર્ણ સ્વરૂપે વિલસી રહ્યા છે. भये सिद्ध स्वरूप लिये धसमस આસમાનને અડી લીધું છે. એટલો જુસ્સો અને એટલું જોશ છે કે જીતવાનું કશું બાકી નથી ને હાર આપવા જવું પડે તેવી જગ્યા બચી નથી, તેનો થનગનાટ છે. કર્મો એક આત્મા પર જેટલા હતા તે બધા જ ખપાવી દીધા, અનંત આત્માને લાગુ પડેલાં અનંત કર્મોની સામે, એક જ આત્માને લાગુ પડેલાં કર્મોની શી ગણના થાય? સિદ્ધ બનેલા આત્માએ પોતાના એક જ આત્મા પરના કર્મોને ખાખ કર્યા છે. તેટલું નાનું કાર્યક્ષેત્ર કેમ રહ્યું? બીજા કર્મો બીજા આત્મા પર રહ્યા હતા એ કર્મો જો આ આત્મા પર હોત તો આ આત્મા એમને ખાખ કરી નાંખત. કર્મો જ થોડા હતા, કર્મોને બાળવાનું બળ તો ઘણું હતું. આગ હતી મોટી પણ, જંગલ ખૂટી પડ્યું તેમાં આગ શું કરે ? કર્મો સામેની બગાવત જબ્બર હતી આત્માની, પણ કર્મો એક જ આત્માપૂરતા તોડવાના હતા તો તૂટી ગયા સૌ. મજા તો જુઓ. પોતાનાં કર્મોને તોડી પડ્યા પછી આત્મા સામે કાર્યણ મહાવર્ગણા નિષ્ફળ પૂરવાર થઈ રહી છે. થોડાક કોડાકોડી સાગરોપમની સ્થિતિ ધરાવનારાં કર્મો માથે હતાં તેને ઢીલા પાડીને ક્રમબદ્ધ રીતે તોડી નાંખ્યા. એ કર્મો વિખૂટા પડીને પોતાના મૂળધરે જમા થઈ ગયા. હવે એક પા સિદ્ધ છે, બીજી પા આખી કાર્મણ મહાવર્ગણાનો ગંજાવર સ્કંધ છે. મજાલ છે એ સ્કંધની કે આત્માને કાંઈ પણ કરે ? ચૈતન્યનો જુસ્સો અને આત્મસ્વભાવનું જોશ-એ સ્કંધને દૂર અટકાવી રાખે છે, યેિ ધસમસ. આત્માની અનંત અનંત શક્તિ જાજવલ્યમાન બની ગઈ છે. કોઈ નહીં નડી શકે, સિદ્ધ સ્વરૂપ મળે તેને લીધે સિદ્ધભગવંતોની સમકક્ષ અવસ્થા મળે છે. એક નહીં, બે નહીં, લાખ કે કરોડ નહીં બલ્ક અનંત સિદ્ધ ભગવંતોની હરોળમાં બેસવા મળે છે. શો ઠાઠ? શો દબદબો ? એ સિદ્ધભગવંતોમાં ને આ સિદ્ધમાં કશો જ ફરક નહીં. બોધ, અનુભવ, અવસ્થા બધું જ એ સિદ્ધભગવંતોની હરોળમાં છે. જરાય ઓછું કે ઝાંખું નથી. અનંત સિદ્ધભગવંતોના આનંદને એ જુએ. એના આનંદને અનંત સિદ્ધભગવંતો જુએ. જે જુએ તે બધું જ પાછું અનુભવે પણ ખરું. સિદ્ધશિલા પર બિરાજે એ આતમામાં અનંતની સરહદનો અભેદભાવ આલોકિત થતો હોય છે. આ સ્થાને કોઈ હલાવી નથી શકવાનું, આ સ્થાનની ગરિમાને કોઈ ખંડિત નથી કરી શકવાનું. સંસાર નીચે ખળભળાટ ભલે મચાવતો. આ સ્થાને કશો ફરક નથી પડતો. આ સ્થાને આવેલા આત્માઓમાંથી કોઈ પાછું જતું નથી અને સમય વીતતો જાય છે તેમ આ સ્થાને નવા નવા આત્માં આવતા જ જાય છે. સંસારના તમામ જીવોનાં તમામ સુખસંવેદનો દૃશ્યમાન છે, - ૭૯ - - ૮૦

Loading...

Page Navigation
1 ... 40 41 42 43